બે ખતરનાક દુશ્મનો બનશે દોસ્ત? કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત

આ અહેવાલની પુષ્ટિ સાઉથ કોરિયાના નેશનલ સિક્યોરિટી એડવાઝરે કરી છે. સાઉથ કોરિયાના નેશનલ સિક્યોરિટી એડવાઈઝરે કહ્યું છે કે વાતચીતની દિશામાં પ્યોંગયાંગ દ્વારા વ્હાઈટ હાઉસને પત્ર લખવામાં આવ્યો હતો, જેને મંજૂર કરી લેવાઈ છે.

બે ખતરનાક દુશ્મનો બનશે દોસ્ત? કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત

વોશિંગ્ટન: સાઉથ કોરિયાના અધિકારીઓના હવાલે ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસે કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરી શકે છે. આ અહેવાલની પુષ્ટિ સાઉથ કોરિયાના નેશનલ સિક્યોરિટી એડવાઝરે કરી છે. સાઉથ કોરિયાના નેશનલ સિક્યોરિટી એડવાઈઝરે કહ્યું છે કે વાતચીતની દિશામાં પ્યોંગયાંગ દ્વારા વ્હાઈટ હાઉસને પત્ર લખવામાં આવ્યો હતો, જેને મંજૂર કરી લેવાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગની મુલાકાતને લઈને વ્હાઉટ હાઉસની પહેલી શરત એ હતી કે નોર્થ કોરિયા પોતાના મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવે. કિમ જોંગ ઉને આ શરત સ્વીકારી લીધી છે.

ઐતિહાસિક હશે આ મુલાકાત
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત ઐતિહાસિક બની રહેશે. અત્રે જણાવવાનું કે 5 માર્ચના રોજ સાઉથ કોરિયાનું 10 સભ્યોનું પ્રતિનિધિમંડળ નોર્થ કોરિયા પહોંચ્યું હતું. સાઉથ કોરિયાના પ્રતિનિધિમંડળની કિમ જોંગ સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન નોર્થ કોરિયા અમેરિકા સાથે વાતચીતની દિશામાં આગળ વધે તેવી સાઉથ કોરિયા દ્વારા ભરપૂર કોશિશ કરવામાં આવી હતી. આ મુલાકાત બાદ કિમ જોંગે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિને મુલાકાત અને વાતચીત માટે પ્યોંગયાંગ આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

ઉત્તર કોરિયાના પરમાણુ નિશસ્ત્રીકરણ માટે પ્રતિબદ્ધ છે અમેરિકા-ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 7 માર્ચના રોજ કહ્યું હતું કે અમેરિકા અને તેના આંતરરાષ્ટ્રીય સહયોગી કોરિયાઈ પ્રાયદ્વિપના પરમાણુ નિશસ્ત્રીકરણના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં સ્વીડિશ વડાપ્રધાનની સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે અમે કોરિયાઈ પ્રાયદ્વિપના પરમાણુ નિશસ્ત્રીકરણ માટે પ્રતિબદ્ધ છે.

ઉત્તર કોરિયાની અમેરિકા સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરવા સંબંધના સમાચારોનો હવાલો આપતા તેમણે કહ્યું હતું કે આજે તેના પર અનેક અહેવાલો છે. તેમણે કહ્યું હતું કે આશા કરીએ છીએ કે બધુ સકારાત્મક હોય. આશા રાખીએ છીએ કે સકારાત્મક પરિણામો આવે. ઉત્તર કોરિયાના આ વખતે ઈમાનદાર થવાના સવાલ પર ટ્રમ્પે પ્રતિક્રિયા આપી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે મને લાગે છે કે તેઓ ઈમાનદાર છે. પરંતુ મને લાગે છે કે તેમના પર  લગાવવામાં આવેલા પ્રતિબંધો પણ આ પાછળનું કારણ છે.

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news