પૂર્વ જાસૂસ મામલો: રશિયા અને UK આમને સામને,પુતિને લીધુ આકરું પગલું

રશિયાએ બ્રિટનમાં પૂર્વ જાસૂસ અને તેની પુત્રીને ઝેર આપીને મારી નાખવાના મામલે સર્જાયેલા તણાવ વચ્ચે શનિવારે બ્રિટનના 23 રાજનયિકોને નિષ્કાસિત કરવાની જાહેરાત કરી છે.

પૂર્વ જાસૂસ મામલો: રશિયા અને UK આમને સામને,પુતિને લીધુ આકરું પગલું

મોસ્કો: રશિયાએ બ્રિટનમાં પૂર્વ જાસૂસ અને તેની પુત્રીને ઝેર આપીને મારી નાખવાના મામલે સર્જાયેલા તણાવ વચ્ચે શનિવારે બ્રિટનના 23 રાજનયિકોને નિષ્કાસિત કરવાની જાહેરાત કરી છે. સમાચાર એજન્સી સ્પુતનિકના જણાવ્યાં મુજબ રશિયામાં બ્રિટનના દૂતાવાસના 23 રાજનયિકોને અયોગ્ય જાહેર કરવામાં આવશે અને એક સપ્તાહની અંદર દેશમાંથી નિષ્કાસિત કરવામાં આવશે.

રશિયાના વિદેશ મંત્રાલયે દેશમાં બ્રિટનના રાજદૂત લોરી બ્રિસ્ટોને તલબ કરીને આ નિર્ણયની જાણકારી આપી. રશિયાના પૂર્વ જાસૂસ સર્ગેઈ વી.સ્ક્રિપલ(66) અને પુત્રી યુલિયા(33) 4 માર્ચના રોજ દક્ષિણ ઈંગ્લેન્ડના સાલ્બિરીમાં એક બેન્ચની બહાર બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં. બંને હાલ હોસ્પિટલમાં છે અને તેમની સ્થિતિ ગંભીર છે.

રશિયાના સેવાનિવૃત સૈન્ય ગુપ્તચર અધિકારી સ્ક્રિપલને બ્રિટન માટે જાસૂસી કરવાના આરોપમાં રશિયાએ વર્ષ 2006માં 13 વર્ષની સજા સંભળાવી હતી. જો કે બાદમાં તેમને માફી મળી હતી અને બ્રિટને તેમને નાગરિકતા આપી હતી. તેઓ ત્યારથી બ્રિટનમાં રહે છે.

બીજી બાજુ બ્રિટનના વિદેશ મંત્રી બોરિસ જ્હોન્સને કહ્યું કે એ વાતની પૂરેપૂરી શક્યતા છે કે રશિયાના રાષ્ટ્રપતિએ બ્રિટનના સલિસબરી શહેરમાં પૂર્વ જાસૂસને ઝેર આપવાના આદેશ આપ્યા હોય. વડાપ્રધાન થેરેસા મેના જણાવ્યાં અનુસાર, એ વાતની પૂરેપૂરી શક્યતા છે કે સેર્ગેઈ સ્ક્રિપાલ અને તેની પુત્રી યુલિયા પર હુમલા માટે રશિયા સરકાર જવાબદાર હોય. પરંતુ જ્હોનસને એક પગલું આગળ વધીને સીધે સીધા પુતિનને જવાબદાર ઠેરવ્યાં. તેમણે કહ્યું કે અમારી લડાઈ પુતિન સરકાર અને તેના ફેસલા સામે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news