524 સેવકો, 80 કારવાળા PM હાઉસમાં નહી, 3 બેડરૂમવાળા ફ્લેટમાં રહીશ: ઇમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હાલના લોન સંકટ માટે પૂર્વવર્તી પીએમએલ-એન સરકાર પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે પોતાના આખા ઇતિહાસમાં દેશ એટલો ઋણગ્રસ્ત ક્યારેય રહ્યો નથી, જેટલો ગત 10 વર્ષોમાં થઇ ગયો છે.

524 સેવકો, 80 કારવાળા PM હાઉસમાં નહી, 3 બેડરૂમવાળા ફ્લેટમાં રહીશ: ઇમરાન ખાન

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી ઇમરાન ખાને સત્તા સંભાળ્યા બાદ રાષ્ટ્રના નામ પોતાના પ્રથમ સંબોધનમાં દેશના ખર્ચાની સાથે જ પોતાની ઉપર થનાર ખર્ચામાં પણ કાપ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તે વડાપ્રધાન આવાસમાં નહી, પરંતુ સૈન્ય સચિવના ત્રણ બેડરૂમવાળા આવાસમાં રહેશે. તેમણે કહ્યું કે તે બાનીગાલામાં પોતાના આવાસમાં રહેવા માંગે છે પરંતુ સુરક્ષા એજંસીઓએ જણાવ્યું કે તેમને જીવનું જોખમ છે એટલા માટે તે ત્યાં રહે છે.

ખોટા ખર્ચ પર મુક્યો ભાર
ઇમરાન ખાને કહ્યું કે વડાપ્રધાન નિવાસમાં 524 સેવકો, 80 કાર છે. તેમણે કહ્યું કે 'વડાપ્રધાન એટલે મારી પાસે 33 બુલેટપ્રૂફ કાર પણ છે. ઉડવા માટે હેલિકોપ્ટર અને વિમાન પણ અમારી પાસે છે. આપણા પાસે અહીં ગર્વનરનું વિશાળ આવાસ છે અને દરેક કલ્પનીય આરામની વસ્તુઓ પણ છે. તેમણે કહ્યું કે 'એક તરફ આપણી પાસે લોકો પર ખર્ચ કરવા માટે પૈસા નથી, બીજી તરફ આપણા ત્યાં કેટલાક લોકો એવી રહે છે કે જેમ કે ઔપનિવેશિક સ્વામી રહેતા હોય.

તે પોતાના અને દેશના ખર્ચાને કેવી રીતે ઘટાડશે, તેના વિશે પોતાની યોજનાઓ વિશે જણાવતાં ઇમરાન ખાને કહ્યું કે 'હું 524ના બદલે 2 લોકોને રાખીશ. હું ત્રણ બેડરૂમવાળા આવાસમાં રહીશ. હું બે કાર રાખીશ કારણ કે ગુપ્તચર એજન્સીઓએ મને જણાવ્યું છે કે મારા જીવને જોખમ છે. હું બાનીગાલા છોડી શકીશ નહી પરંતુ મને મારે આમ કરવા માટે મજબૂર થવું પડશે. ઇમરાન ખાને કહ્યું કે તેમની સરકાર બાકી બુલેટ પ્રૂફ કારોની હરાજી કરશે અને વેપારીઓને તેમને ખરીદવાનું આમંત્રણ આપ્યું.

પાકિસ્તાન પર 28 હજાર અરબ રૂપિયાનું દેવું
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હાલના લોન સંકટ માટે પૂર્વવર્તી પીએમએલ-એન સરકાર પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે પોતાના આખા ઇતિહાસમાં દેશ એટલો ઋણગ્રસ્ત ક્યારેય રહ્યો નથી, જેટલો ગત 10 વર્ષોમાં થઇ ગયો છે. દેશ પર આ દેવું વધીને 28000 અરબ રૂપિયા થઇ ગયું છે. દેશના 22મા વડાપ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ રાષ્ટ્રના નામે પોતાના પ્રથમ સંબોધનમાં ઇમરાન ખાને પાકિસ્તાનના પડકારો ચિન્હિતની અને સ્વાસ્થ્ય દેખભાળ ક્ષેત્રમાં ઉણપને રેખાકિત કરી. મુદ્દાઓના સમાધાન માટે પોતાની સરકારના દ્વષ્ટિકોણને રેખાંકિત કરતાં ઇમરાન ખાન બચતરૂપી પગલાં, લોન લેવાની જગ્યાએ ટેક્સ સુધારા પર કામ કરવા અને ભષ્ટ્રાચારને ખતમ કરવા પર ભાર મૂક્યો.
imran khan

તેમણે ન્યાયપાલિકા, શિક્ષણ અને સ્વાસ્થ્ય દેખભાળનો કાયાકલ્પ કરવા, સિવિલ સેવામાં સુધારો, સત્તાનું હસ્તાંતરણ, યુવાનોને રોજગારની તકો પુરી પાડવા અને જળ સંકટને ખતમ કરવા માટે ડેમ બનાવવાની વાત પણ કહી. તેમણે કહ્યું કે ''પાકિસ્તાનના ઇતિહાસમાં અમે દરેક પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો નથી. આપણા લોનનો બોજો 28 હજાર અરબ રૂપિયા છે. પોતાના સમગ્ર ઇતિહાસમાં દેવાગ્રસ્ત રહ્યું નથી, જેટલું 10 વર્ષોમાં થયું છે. ઇમરાન ખાને અખ્યું કે આપણી લોન પર જે વ્યાજ આપણે ચૂકવવાનું છે તે એ સ્તર સુધી પહોંચી ગયું છે કે આપણે આપણા દેણદારોને ચૂકવવા માટે વધુ લોન લેવી પડશે. આપણી લોન દેણદારીઓના તે સ્તર સુધી પહોંચી ગઇ છે કે આપણે તે વાત પર વિચાર કરવાનો છે કે આપણે કેવી રીતે તેની સામે ઝઝૂમી રહ્યા છીએ.

માનવ વિકાસ સૂચકાંક એકદમ ખરાબ
તેમણે કહ્યું કે એક તરફ આપણે ખૂબ લોનગ્રસ્ત છીએ તો બીજી તરફ આપણું માનવ વિકાસ સૂચકાંક એકદમ ખરાબ છે. સ્વાસ્થ્યની દેખભાળ ક્ષેત્રમાં કમીઓને રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે હાલ પાકિસ્તાન તે પાંચ દેશોમાં સામેલ છે જ્યાં શિશુ મૃત્યું દર દૂષિત જળના ઉપયોગના લીધે સર્વોચ્ચ છે. તેમણે કહ્યું કે આપણા ત્યાં ગર્ભવતી મહિલાઓનો દર સર્વોચ્ચ છે. દુર્ભાગ્યપૂર્ણ આપણે તે દેશોમાંથી એક છીએ જ્યાં બાળકોની વૃદ્ધિ રોકાવવાના વધુ કેસ છે. આ દેશના 45 ટકા બાળકો વિશે વાત કરી રહ્યા છે. તેમને પોષાહાર નથી મળી રહ્યો. તેમનો વિકાસ યોગ્ય રીતે નથી થઇ રહ્યો. 

(ઇનપુટ એજન્સીમાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news