Imran Khan: પૂર્વ PM ઇમરાન ખાનની હત્યા માટે રચવામાં આવી રહ્યું છે ષડયંત્ર, ઇસ્લામાબાદમાં કલમ 144 લાગૂ

Conspiracy killing Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની હત્યાના ષડયંત્રના સમાચાર બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ઇસ્લામાબાદમાં ખાનના નિવાસ્થાન પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

Imran Khan: પૂર્વ PM ઇમરાન ખાનની હત્યા માટે રચવામાં આવી રહ્યું છે ષડયંત્ર, ઇસ્લામાબાદમાં કલમ 144 લાગૂ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચવાની અફવાઓ સતત સામે આવી રહી છે. ત્યારબાદ ઇસ્લામાબાદ પોલીસે કહ્યું કે શહેરની બની ગાલાની પાસેના વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. તો રાજધાનીમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. શહેરના પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ કે ઇસ્લામાબાદમાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની પોલીસે ટ્વીટ કરી કહ્યુ કે, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનના ઘરના વિસ્તાર બની ગાલામાં તેમના આવવાની જાણકારી પ્રમાણે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ખાનની ટીમની વાપસીને લઈને પોલીસને કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. 

— Islamabad Police (@ICT_Police) June 4, 2022

પોલીસે આપેલી માહિતી પ્રમાણે બાની ગાલામાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બની ગાલામાં લોકોની યાદી હજુ આપવામાં આવી નથી. તો શહેરમાં કલમ 144 લાગૂ છે અને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર કોઈને સભાની મંજૂરી નથી. ઇસ્લામાબાદ પોલીસે કહ્યું કે કાયદા પ્રમાણે ખાનને પૂરી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ઇમરાનની સુરક્ષા ટીમ પાસે પણ આમ કરવાની આશા છે. 

તો આ મામલા પર પૂર્વ પીએમ ખાનના ભત્રીજા હસન નિયાઝીએ કહ્યુ કે, ઇમરાન ખાન પર હુમલો થશે તો તે પાકિસ્તાન પર હુમલો માનવામાં આવશે. તેમણે કહ્યું કે જો અમારા નેતાને કંઈ થશે તો તે ભયાનક હશે અને ષડયંત્રકારી અફસોસ કરશે. તો ફવાદ ચૌધીએ કહ્યુ કે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓને પહેલા જ ઇમરાનની હત્યાના ષડયંત્રની જાણકારી મળી છે અને તે ઇસ્લામાબાદ રવિવારે આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news