આતંકવાદ અંગે જવાબદારી મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્રને અરીસો દેખાડ્યો

ભારતે સંયુક્ત રાષ્ટ્રને અરીસો દેખાડતા કહ્યું કે, પ્રતિબંધ સમિતીઓમાં જવાબદારીનો અભાવ છે

આતંકવાદ અંગે જવાબદારી મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્રને અરીસો દેખાડ્યો

સંયુક્ત રાષ્ટ્ર : ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ( UNSC)ની પ્રતિબંધ સમિતીઓની આલોચના કરતા એક પ્રકારે આ સૌથી વધારે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફોરમને અરીસો દેખાડવાનું કામ કરે છે. ભારતે ઇશારા ઇશારામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદીને યાદીમાં નાખવાનાં તેના પ્રયાસોના સંયુક્ત રાષ્ટ્ર સમિતીઓની સામે રોકવાના સંદર્ભમાં પોતાની વાત કરી હતી.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (UNSC)ની પ્રતિબંધ સમિતીઓને તેમ કહેતા આલોચના કરી છે કે તેઓ અસ્પષ્ટ છે  અને તેમનાં જવાબદારીનો અભાવ છે. તે ઉપરાંત તેઓ આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવાની અપીલનો સ્વિકાર નહી કરવાનું કારણ પણ નથી જણાવતા. તે અગાઉ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ સંયુક્ત રાષ્ટ્રમાં બોલતા સમયે પાકિસ્તાનને ઘેર્યું હતું, સાથે જ સંયુક્ત રાષ્ટ્રને પણ સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, મુળભુત સુધારાઓનાં અભાવમાં સંયુક્ત રાષ્ટ્રના અપ્રાસંગીક થઇ જવાનો ખતરો છે. 

બહુપક્ષવાદને મજબુત કરવા અને સંયુક્ત રાષ્ટ્રની ભુમિકા અંગે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક ચર્ચામાં ભારતના સ્થાયી દૂત ( સંયુક્ત રાષ્ટ્રમાં) સૈયદ અકબરુદ્દીને કહ્યું કે, પરિષદે ઘણી પોતાને આધિનસ્થ સંસ્થા બનાવી રાખી છે પરંતુ આ સંસ્થાઓનું કામકાજ ખુબ જ જટીલ બની ગયું છે. તેમણે કહ્યું કે, એક એવા યુગમાં જ્યારે આપણે જાગૃત લોક સંસ્થાઓથી પારદર્શિતાની માંગ વધારવા જઇ રહ્યા છે. પ્રતિબંધ સમિતીઓ પોતાની સ્પષ્ટતા મુદ્દે સૌથી ખરાબ ઉદાહરણ છે અને તેમાં જવાબદારીનો અભાવ છે. 

અકબરુદ્દીને કહ્યું કે, પ્રતિબંધ સમિતીઓ સ્પષ્ટ રીતે સમગ્ર સંયુક્ત રાષ્ટ્રની તરફથી કામ કરે છે. તેમ છતા પણ અમને  (સામાન્ય સભ્યોને) માહિતી નથી આપતી. જો કે તેમણે  કોઇ દેશનું નામ નહોતું લીધુ પરંતુ તે સ્પષ્ટ છે કે સુરક્ષા પરિષદમાં વીટોની શક્તિ ધરાવનારા ચીને આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ પ્રમુખ મસુદ અઝહરને સુરક્ષા પરિષદની અલ-કાયદા પ્રતિબંધ સમિતી હેઠળ આતંકવાદી નામિ કરાવવાનાં ભારતનાં પગલાને વારંવાર અટકાવવામાં આવ્યા છે જ્યારે ભારતને અમેરિકા, બ્રિટન અને ફ્રાંસનું સમર્થન પ્રાપ્ત હતું. અઝહર દ્વારા સ્થાપિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં પહેલાથી સમાવિષ્ટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news