Winter Olympic: ભારત વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનો બહિષ્કાર કરશે, ગાલવાન પર ચીનના વલણની નિંદા કરી

Beijing Winter Olympic Games 2022: ભારતે ચીન સરકારના આ નિર્ણયને ઓલિમ્પિક જેવા આયોજનનું રાજનીતિકરણ કરવાનો ઉલ્લેખ કર્યો છે. વિરોધ સ્વરૂપ ભારતે ઉદ્ઘાટન અને સમાપન સમારોહમાં પોતાનો કોઈપણ રાજદ્વારીને ન મોકલવાનો નિર્ણય લીધો છે.
 

Winter Olympic: ભારત વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનો બહિષ્કાર કરશે, ગાલવાન પર ચીનના વલણની નિંદા કરી

નવી દિલ્હીઃ ભારતે શુક્રવારથી શરૂ થઈ રહેલ બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક (Beijing Winter Olympics) ના રાજદ્વારી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ભારતે ગુરૂવારે જાહેરાત કરી કે તેના સર્વોચ્ચ રાજદ્વારી અધિકારી બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ઘાટન અને સમાપન સમારોહમાં ભાગ લેશે નહીં. ઓલિમ્પિક સાથે જોડાયેલ મશાલ રિલે કાર્યક્રમમાં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોના મારથી ઈજાગ્રસ્ત સૈનિકને ચીન સરકાર તરફથી મશાલ વાહક બનાવવા પર ભારતે અફસોસ વ્યક્ત કર્યો છે. 

બેઇજિંગ ઓલિમ્પિકમાં ભારતના રાજદ્વારીઓ સામેલ નહીં થાય
ભારતે ચીન સરકારના આ નિર્ણયને ઓલિમ્પિક જેવા આયોજનનું રાજનીતિકરણ કરવાનો ઉલ્લેખ કર્યો છે. વિરોધ સ્વરૂપ ભારતે ઉદ્ઘાટન અને સમાપન સમારોહમાં પોતાનો કોઈપણ રાજદ્વારીને ન મોકલવાનો નિર્ણય લીધો છે. સાથે ભારતની સરકારી ટીવી ચેનલ દૂરદર્શન તરફથી તે જાહેરાત કરવામાં આવી છે કે ઉદ્ઘાટન અને સમાપન સમારોહનું પ્રસારણ કરવામાં આવશે નહીં. ચીન તરફથી ભારતની સંવેદનાઓ સાથે આ પ્રકારનો વ્યવહાર ત્યારે કરવામાં આવ્યો છે, જ્યારે અમેરિકા અને યુરોપીયન દેશોના દબાવને નજરઅંદાજ કરતા ભારતે વિન્ટર ઓલિમ્પિકનું સમર્થન કરવાનો નિર્ણય લીધો છે. 

ભારત તથા રશિયાએ લીધો હતો રમતના સમર્થનનો નિર્ણય
26 નવેમ્બર, 2021ના ભારત, ચીન તથા રશિયાના વિદેશ મંત્રીઓ વચ્ચે થયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ જારી સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભારત તથા રશિયાએ ચીનમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિકનું સમર્થન કર્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમનો જવાબ હતો કે અમે આ વિશે રિપોર્ટ જોયો છે. તે અફસોસની વાત છે કે ચીની પક્ષે ઓલિમ્પિક જેવા આયોજનનું પણ રાજનીતિકરણ કરવાનો નિર્ણય લીધો છે. હું તે જણાવવા ઈચ્છુ છું કે બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ ઓલિમ્પિકની શરૂઆત કે સમાપન પર યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. 

સૈનિકને બનાવ્યો મશાલ વાહક
ચીની મીડિયા તરફથી એક દિવસ પહેલા જણાવવામાં આવ્યું કે ગલવાન ઘાટીમાં ઈજાગ્રસ્ત પીએલએના રિજિટેન્ડ કમાન્ડર શી ફબાઓને મશાલ વાહક બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે 15 જૂન, 2022 ના પૂર્વી લદ્દાખ સરહદ પર સ્થિત ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો હતો. તેમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. ચીનની સરકારે પહેલા પોતાના સૈનિકોના મોત પર સત્ય છુપાવ્યું પરંતુ બાદમાં સ્વીકાર્યુ કે તેના પાંચ સૈનિક માર્યા ગયા છે. 

વિદેશી અખબારોએ કર્યો ખુલાસો
પરંતુ બાદમાંકેટલાક વિદેશી અખબારોએ ઘણા ચીની સૈનિકોના મોત થવાની વાત કહી હતી. એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાના એક પ્રતિષ્ઠિ મીડિયાએ આ પ્રકારનો દાવો કર્યો છે. તો અમેરિકી સીનેટની વિદેશ નીતિ સમિતિના સભ્ય જિમ રીશે ગલવાન ઘાટીમાં ઈજાગ્રસ્ત સૈનિકને મશાલ વાહક બનાવવાના નિર્ણયને શરમજનક ગણાવ્યો છે. રીશે કહ્યુ કે, સૈનિક તે ટીમનો ભાગ હતો, જેણે વર્ષ 2020માં ભારત પર હુમલો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news