નવાઝ શરીફના પુત્રી મરિયમ અંગે આવ્યાં ચોંકાવનારા અહેવાલ, જાણો શું છે હકીકત

પાકિસ્તાનના રાજકારણમાં બે પ્રમુખ પરિવારોમાંથી એક શરીફ ખાનદાન છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. પહેલા નવાઝ શરીફને પનામા ગેટ મામલે સજાની જાહેરાત થઈ અને ત્યારબાદ તેમની પત્ની કુલસુમનું નિધન.

નવાઝ શરીફના પુત્રી મરિયમ અંગે આવ્યાં ચોંકાવનારા અહેવાલ, જાણો શું છે હકીકત

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના રાજકારણમાં બે પ્રમુખ પરિવારોમાંથી એક શરીફ ખાનદાન છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. પહેલા નવાઝ શરીફને પનામા ગેટ મામલે સજાની જાહેરાત થઈ અને ત્યારબાદ તેમની પત્ની કુલસુમનું નિધન. હવે પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં એક એવા અહેવાલ ચાલી રહ્યાં છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમ શરીફ પ્રેગનેન્ટ છે. આ અહેવાલને  લઈને અનેક સ્ક્રીન શોટ્સ તો પાકિસ્તાનના પ્રમુખ અખબાર ડોનના હવાલે મૂકવામાં આવ્યાં છે. 

પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં જે અહેવાલો ફેલાઈ રહ્યાં છે તે મુજબ મરિયમ નવાઝ શરીફ ગર્ભવતી હોવાની વાતો ચાલી રહી છે. આ અહેવાલોમાં તેમને 4 મહિનાના ગર્ભવતી ગણાવવામાં આવ્યાં છે. એટલુ જ નહીં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગત શનિવારે લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં તેઓ ચેકઅપ માટે પણ આવ્યાં હતાં. અહેવાલો મુજબ મરિયમ પોતાના ચોથા બાળકના આવવાની ખબરોથી ખુબ ખુશ છે. ખબરો મુજબ આ ખબર જો કે ખુબ કપરા સમયમાં આવી છે. એવા સમયમાં કે જ્યારે શરીફ પરિવાર કાયદાની આંટીઘૂંટીમાં ફસાયેલો છે. 

હવે અમે તમને જણાવીએ કે આ ખબરની સત્ય હકીકત શું છે. આ અંગે ડોન ન્યૂઝે આ  રીતે અહેવાલોનું ખંડન કર્યું છે. તેણે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા પર આ પ્રકારના અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી. અનેક બદમાશ લોકોએ તેમના નામનો ખોટો ઉપયોગ કર્યો છે. ડોન ન્યૂઝે કહ્યું કે આ પ્રકારના અહેવાલો સાથે અમારે કોઈ નાતો નથી. તેના ઉપર ભરોસો ન કરો. 

1992માં થયા હતાં મરિયમના લગ્ન
મરિયમ 28 ઓક્ટોબર 1973ના લાહોરમાં જન્મ્યા હતાં. તેઓ નવાઝ શરીફના વારસદાર પણ ગણાય છે. 1992માં તેમના 19 વર્ષે લગ્ન થયાં. પિતાના સિક્યોરિટી ઓફિસર મોહમ્મદ સફદર અવાન સાથે લગ્ન કર્યાં. તેમના 3 બાળકો છે. 

ડોન ન્યૂઝે પોતાના સ્પષ્ટીકરણમાં લખ્યું કે અમે કોઈ પણ ઈંગ્લિશ હેડલાઈનમાં કોઈ પણ વ્યક્તિના સ્થાન કે નામની જગ્યાએ ફક્ત પહેલો અક્ષર કેપિટલ લખીએ છીએ. પરંતુ જે ખોટા અહેવાલ ચાલી રહ્યાં છે તેમાં દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ છે. ડોનના કહેવા મુજબ આ પહેલીવાર નથી બન્યું કે તેમને ટારગેટ કરવામાં આવ્યાં છે. વર્ષ 2017માં જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધી સાઈબર એટેક થયા હતાં. જેમાં ડોનની વેબસાઈટ હેક કરી લેવાઈ  હતી. એટલું જ નહીં સોશીયલ મીડિયા એકાઉન્ટ પણ હેક થયા હતાં. આ અગાઉ પાકિસ્તાનમાં અનેક ક્રિકેટરોના મોતના ખોટા અહેવાલો પણ સોશિયલ મીડિયામાં ચાલ્યા હતાં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news