બેભાન ન થાઉં ત્યાં સુધી ISISના આતંકી મારા પર ગુજરતા હતા જાતિય અત્યાચારઃ નાદિયા મુરાદ

2018નો શાંતિનો નોબેલ પુરસ્કાર જે નાદિયા મુરાદને અપાયો છે તેની આપવીતિ અત્યંત દુઃખદાયક છે. તેણે જે પરિસ્થિતીનો સામનો કર્યો છે, તેમાંથી ભાગ્યે જ કોઈ બચી શકે. વિશ્વનું સૌથી મોટું સન્માન મેળવનારી નાદિયા ઈરાકની પ્રથમ મહિલા છે. તેની કહાણી વાંચીને તમે પણ હચમચી જશો....

બેભાન ન થાઉં ત્યાં સુધી ISISના આતંકી મારા પર ગુજરતા હતા જાતિય અત્યાચારઃ નાદિયા મુરાદ

ઓસ્લોઃ શાંતિનો વર્ષ 2018નો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે જીતનારી યઝીદી કાર્યકર્તા નાદિયા મુરાદની આપવીતિ અત્યંત દુઃખદાયક છે. તેણે જે પરિસ્થિતીનો સામનો કર્યો છે તેમાંથી ભાગ્યે જ કોઈ બચી શકે છે. વિશ્વનું સૌથી મોટું સન્માન મેળવનારી નાદિયા ઈરાકની પ્રથમ મહિલા છે. નાદિયા હાલ એક માનવ અધિકાર કાર્યકર્તા છે અને વિશ્વમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મહિલાઓ પર ગુજારવામાં આવતા જાતિય અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે. નાદિયા મુરાદની કહાણી જાણીને તમે પણ હચમચી જશો.

નાદિયા મુરાદ ઈરાકની નાગરિક છે અને યઝીદી સમુદાય સાથે સંબંધ ધરાવે છે. આતંકવાદી સંગઠન ISIS દ્વારા 2014માં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ ચુંગાલમાંથી ફરાર થતાં પહેલાં ત્રણ મહિના સુધી તેને યૌન દાસી બનાવીને રાખવામાં આવી હતી. નાદિયાએ તેના ઉપર થયેલા અત્યાચાર અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં વર્ષ 2016માં નિવેદન આપ્યું હતું. 

— The Nobel Prize (@NobelPrize) October 5, 2018

એ સમયે તેણે પોતાની આપવીતિ સંભળાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ISISના આતંકવાદીઓ તેના પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારતા હતા. જ્યાં સુધી તે બેભાન ન થઈ જાય ત્યાં સુધી તેઓ તેના ઉપર બળાત્કાર ગુજારતા હતા. તેણે જણાવ્યું કે, આતંકવાદી તેનું અપહરણ કરીને મોસુલ લઈ ગયા હતા. 

2014થી શરૂ થઈ અત્યાચારની કહાણી
નાદિયા ઈરાકના સિંજર વિસ્તારમાં રહેતી હતી, જે સીરિયાને અડીને આવેલો છે. આ દેશ ISISનો ગઢ છે. નાદિયાની ખુશહાલ જિંદગીમાં 2014નું વર્ષ આફતનો વરસાદ લઈને આવ્યું. ISISના તેમના વિસ્તારમાં વધતા જતા હસ્તક્ષેપને કારણે તેનું જીવન એક દુઃસ્વપ્ન બની ગયું હતું. 

ISISના આતંકવાદીઓએ તેમના શહેરમાં ઘુસણખોરી કરી અને કેટલીક મહિલાઓ અને યુવતીઓનું અપહરણ કરી ગયા, જેમાં નાદિયાનો પણ સમાવેશ થતો હતો. તેઓ તેમને ઊંચકીને મોસુલ શહેર લઈ ગયા, જ્યાં તેમણે મહિલાઓને સેક્સ ગુલામ બનાવીને રાખી હતી. અહીં, તેઓ કેદ કરેલી મહિલાઓનો ઉપયોગ તેઓ પોતાની જાતીય ભૂખ સંતોષવા માટે કરતા હતા. ISISના આતંકવાદીઓ મહિલાઓ પર સામુહિક બળાત્કાર ગુજારતા હતા. 

ત્રણ-ચાર મહિના સુધી ISISનીં ચુંગાલમાં ફસાઈ રહ્યા બાદ એક મુસ્લિમ પરિવારની મદદથી તે જેમ-તેમ કરીને ભાગી છુટવામાં સફળ રહી. ત્યાંથી ડિસેમ્બર 2015માં તે સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સિલમાં પહંચી જ્યાં તેણે પોતાની આપવીતિ રજૂ કરી હતી. તેની આપવીતિએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી હતી. 

નાદિયાએ જણાવ્યું કે, ISISના આતંકવાદીઓ એટલા નિષ્ઠુર અને નિર્દયી હતા કે તેમની સામે કોઈ અવાજ ઉઠાવી શકે એમ ન હતું. તેઓ જ્યાં સુધી હું બેભાન ન થઈ જાઉં ત્યાં સુધી મારા ઉપર બળાત્કાર ગુજારતા હતા. અમારો દાસી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. ઓગસ્ટ, 2014માં ISISના આતંકવાદીએ તેને અને 150 યઝીદીપરિવારની યુવતીઓનું અપહરણ કર્યું હતું. 

અહીંથી તે સૌને ઈરાકના મોસુલ શહેરમાં લઈ જવાયા હતા. તેમને સૌને લગભગ ત્રણ મહિના સુધી સેક્સ સ્લેવ બનાવીને રાખવામાં આવ્યા હતા. ઇરાગના સિંજર વિસ્તારમાં યઝિદી સમુદાય વસતો હતો. એક દિવસ અચાનક ISISના આતંકવાદીઓનું ફરમાન આવ્યું. અહીં રહેતા યઝિદીઓને ઇસ્લામ કબુલ કરવા માટે દબાણ કરાયું. નાદિયા સિંજરના કોંચોં ગામમાં રહેતી હતી. તેના જેવી જ અનેક યુવતીઓ પર અત્યાચાર અમાનવીય જાતિય અત્યાચાર ગુજારવામાં આવતો હતો. 

સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યા બાદ નાદિયા માનવ અધિકાર કાર્યકર્તા બની ગઈ છે. હવે તે સમગ્ર વિશ્વમાં સંઘર્ષરત વિસ્તારોમાં મહિલાઓનો ઢાલ તરીકે ઉપયોગ થતો બચાવવાનું કાર્ય કરે છે. સાથે જ વિશ્વમાં મહિલાઓના આત્મસન્માન અને તેમના પર થતા જાતિય અત્ચાચાર સામે અવાજ ઉઠાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news