LoC ક્રોસ કરી ભારતમાં ઘૂસ્યું આ પાકિસ્તાનનું હેલિકોપ્ટર, આ કારણ આવ્યું સામે

પાકિસ્તાનના એક હેલીકોપ્ટરે રવિવારે જમ્મૂ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ભારતીય હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. પરંતુ ભારતીય જવાનો તેના પર ફાયરિંગ કરી તેને ભારતની સીમા પરથી બહાર હાંકી કાઢ્યું હતું.

LoC ક્રોસ કરી ભારતમાં ઘૂસ્યું આ પાકિસ્તાનનું હેલિકોપ્ટર, આ કારણ આવ્યું સામે

શ્રીનગર/ નવી દિલ્હી: પાકિસ્તાનના એક હેલીકોપ્ટરે રવિવારે જમ્મૂ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ભારતીય હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. પરંતુ ભારતીય જવાનો તેના પર ફાયરિંગ કરી તેને ભારતની સીમા પરથી બહાર હાંકી કાઢ્યું હતું. રવિવારે જાણવા મળ્યું હતું કે પાકિસ્તાનના આ હેલીકોપ્ટરમાં પાકિસ્તાન અધિકૃત કશ્મિર (પીઓકે)ના પ્રધાનમંત્રી રાજા ફારૂક હેદર હતા. જ્યારે આ ફેલીકોપ્ટરનું ભારતની સીમામાં ઘૂસ્વા પાછળનું કારણ સામે આવ્યું છે.

પાકિસ્તાનનું આ હેલિકોપ્ટર રવિવાર બપોર લગભગ 12:10 વાગ્યે જમ્મૂ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) ક્રોસ કરી ભારતમાં ઘૂસ્યું હતું. સફેદ રંગનું આ હેલિકોપ્ટર પર નોલ, સુસર અને હાથી વિસ્તારમાં તૈનાત સેનાના જવાનોએ નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તે તાત્કાલીક પાકિસ્તાન પરત ફર્યું હતું.

(પીઓકેના પર્યટન મંત્રી મુશ્તાક મિનહાસ, ફોટો સાભાર: યુટ્યૂબ)

અત્યારે પીઓકેના પર્યટન મંત્રીએ આ ઘટના વિશે જણાવ્યું છે કે, મંત્રી મુશ્તાક મિનહાસના જણાવ્યા અનુસાર જે સમયે આ હેલિકોપ્ટર ભારતીય સેનાએ ફાયરિંગ કર્યું તે સમયે તેમાં તેમની સાથે પીઓકેના પીએમ રાજા ફારૂક હેદર, પીએમનો નજીકી સુરક્ષા અધિકારી અને પીઓકેના શિક્ષા મંત્રી ઇફ્તિકાર ગિલાની હાજર હતા.

પીઓકેના પર્યટન મંત્રી મુશ્તાક મિનહાસે કહ્યું હતું કે ‘અમને આ વાતની થોડી પણ જાણ ન હતી કે અમે ભારતીય હવાઇ ક્ષેત્રમાં ઘુસ્યા અને અમે હવાઇ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. અમને આ પણ ન હતી ખબર કે અમારા હેલિકોપ્ટર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.’ તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે અમે પાકિસ્તાન પરત ફર્યા અને હેલિકોપ્ટર લેન્ડ થયું ત્યારે અમને ખબર પડી કે ભારત તરફથી અમારા હેલિકોપ્ટર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.’

મિનહાસે કહ્યું હતું કે, ‘જ્યારે હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યું હતું ત્યારે અમારા પાયલોટને એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી)ની તરફથી કોઇ પણ સંદેશ આવ્યો ન હતો. પરંતુ આવું એટલા માટે થયું હશે કે આ પાકિસ્તાન સરકાર અથવા સેનાનું હેલિકોપ્ટર નહીં હોય. જ્યારે તેમની વ્યવસ્થા અમે લોકોએ ખાનગી રીતે કરી હતી.’

जम्मू कश्मीर : सोपोर में सेना की बड़ी कार्रवाई, लश्कर कमांडर सहित दो आतंकी हुए ढेर

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમે ગત રાત્રીએ આ યાત્રાની યોજના બનાવી હતી. અમારે સમાહની વિસ્તારમાં એક શોક સભામાં જવાનું હતું. ત્યાં સુધી જવામાં રોડ માર્ગે 7 કલાક લાગે છે. એટલા માટે અમને લોકોએ હેલિકોપ્ટથી જવાનું યોગ્ય લાગ્યું હતું. ત્યારબાદ જ્યારે અમે કાહુટા પહોંચ્યા ત્યારે અમારા સૈનિક અધિકારીઓએ અમને બીજા રસ્તા દ્વાર પરત ફરવા કહ્યું હતું. ત્યારે અમે લોકો રાવલકોટ થઇને ઇસ્લામાબાદ પહોંચ્યા હતા.’

આ મામલે જમ્મૂના સેનાના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે હેલિકોપ્ટરે રવિવારની બપોર લગભગ 12:10 વાગ્યે હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘‘પ્રથમ હરોળ તૈનાત વાયુ સેનાએ નાના હથિયારોથી તેમનો સામનો કર્યો હતો.’’ આ એક સિવિલ હેલિકોપ્ટર હતું અને ખબુ જ ઉંચાઇ પર ઉડી રહ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સફેદ રંગના હેલિકોપ્ટરે ગુલપુર ક્ષેત્રની સીમા ક્રોસ કર્યા બાદ થોડા સમય પછી પરત ફર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યાની જાણ થયા બાદ ત્રણ અગ્રમિ ચોકીઓથી નાના હથિયારો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news