ખાલિસ્તાન સમર્થક ગોપાલ ચાવલાએ સિદ્ધુ સાથે શેર કરી તસવીર, FB પોસ્ટમાં લખ્યું 'પાકિસ્તાન જિંદાબાદ'
કરતારપુર સાહિબ કોરિડોરના ઉદ્ધાટન કાર્યક્રમમાં ખાલિસ્તાન સમર્થક આતંકી ગોપાલ ચાવલાની હાજર પર મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદ એટલા માટે પણ વધી ગયો છે કારણ કે ગોપાલ ચાવલાએ પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી છે. આ સાથે જ ચાવલાએ સિદ્ધુ સાથેની મુલાકાતની એક તસવીર પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. આ તસવીર શેર કરતા ગોપાલ ચાવલાએ સિદ્ધુને પાજી કહીને સંબોધન કર્યુ છે. પંજાબમાં પાજીનો અર્થ મોટાભાઈ થાય છે.
Trending Photos
નવી દિલ્હી: કરતારપુર સાહિબ કોરિડોરના ઉદ્ધાટન કાર્યક્રમમાં ખાલિસ્તાન સમર્થક આતંકી ગોપાલ ચાવલાની હાજર પર મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદ એટલા માટે પણ વધી ગયો છે કારણ કે ગોપાલ ચાવલાએ પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી છે. આ સાથે જ ચાવલાએ સિદ્ધુ સાથેની મુલાકાતની એક તસવીર પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. આ તસવીર શેર કરતા ગોપાલ ચાવલાએ સિદ્ધુને પાજી કહીને સંબોધન કર્યુ છે. પંજાબમાં પાજીનો અર્થ મોટાભાઈ થાય છે.
આ તસવીરને પોસ્ટ કર્યાના ગણતરીની ક્ષણોમાં ગોપાલ ચાવલાએ બીજી એક પોસ્ટ કરી છે જેમાં તેણે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર પોતાના નિવેદનનો વીડિયો શેર કર્યો છે. આ શેર કરતા ગોપાલ ચાવલાએ પાકિસ્તાન જીંદાબાદ લખ્યું છે. કરતારપુર સાહિબ કોરિડોરના ઉદ્ધાટન પ્રસંગના કાર્યક્રમમાં ગોપાલ ચાવલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે જોવા મળ્યો હતો. આ સાથે જ ગોપાલ ચાવલા પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ બાજવા સાથે પણ ઉષ્માભરી રીતે મળતો જોવા મળ્યો હતો.
કરતારપુર સાહિબના કાર્યક્રમમાં ગોપાલ ચાવલાની હાજરી પર ઉઠેલા સવાલ પર પાકિસ્તાને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ગોપાલ સિંહ પાકિસ્તાન સિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (પીએસજીપીસી)નો એક વરિષ્ઠ નેતા છે અને તેને સિખ સમુદાય તરફથી પણ સંબંધિત તમામ કાર્યક્રમો માટે આમંત્રિત કરવામાં આવે છે. અત્રે જણાવવાનું કે ગોપાલ ચાવલા ખાલિસ્તાન અલગાવવાદી નેતા છે. ભારતની નજરમાં તે આતંકી છે. ગોપાલ ચાવલા પર પંજાબના લોકોને ઉક્સાવવાનો અને હિંસા ફેલાવવાનો આરોપ છે.
ઈમરાને કરતારપુરમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો, ભારતે નારાજગી વ્યક્ત કરી
ભારતે બુધવારે કરતારપુર કોરિડોર સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર આકરી નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું કે આ અયોગ્ય હતું. તેમણે આ પવિત્ર અવસરનું રાજનીતિકરણ કરવાનું કામ કર્યું. ભારતે એ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.
સેના પ્રમુખ બોલ્યા-કરતારપુર કોરિડોરને અલગ દ્રષ્ટિકોણથી જુઓ
સેના પ્રમુખ બિપિન રાવતે મંગળવારે કહ્યું કે કરતારપુર સાહિબ કોરિડોર મામલાને અલગ દ્રષ્ટિકોણથી જોવો જોઈએ. તેને કોઈ વસ્તુ સાથે જોડવો જોઈએ નહીં. રાવતે પત્રકારોને કહ્યું કે દરેક કહે છે કે શાંતિ માટે એક તક આપો, કઈંક તો થવું જોઈએ. આપણી સરકારે આજે શું કહ્યું. આપણી સરકારે કહ્યું કે તેને (કરતારપુર કોરિડોર)ને અલગ દ્રષ્ટિકોણથી જોવો જોઈએ.
અત્રે જણાવવાનું કે બહુચર્ચિત કોરિડોર પાકિસ્તાનના કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના ગુરુદાસપુર જિલ્લામાં સ્થિત ડેરાબાબા નાનક ગુરુદ્વારા સાથે જોડશે. આ કોરિડોરથી ભારતીય સિખ શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા દરબાર સાહિબ સુધી વિઝા વગર મુસાફરી કરી શકશે. કહેવાય છે કે કરતારપુરમાં જ સિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવજીએ છેલ્લા શ્વાસ લીધા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે