અમેરિકામાં એવું તે શું થયું કે વર્ષો સુધી કામકાજ ઠપ્પ કરવાની વાત કરી રહ્યા છે ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ અમેરિકન સરકારમાં આશિક કામબંધીને અનેક વર્ષો સુધી ચાલુ રાખવા માટે તૈયાર છે

અમેરિકામાં એવું તે શું થયું કે વર્ષો સુધી કામકાજ ઠપ્પ કરવાની વાત કરી રહ્યા છે ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ અમેરિકન સરકારમાં આશીક રીતે કામ ઠપ્પ થયા હવે ત્રીજા અઠવાડીયું ચાલુ થઇ ચુક્યું છે. બીબીસીના અનુસાર ટોપનાં ડેમોક્રેટ્સ સાથે મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું કે, તેઓ અમેરિકા, મેક્સિકો સીમા પર દિવાલનાં નિર્માણ માટે કોંગ્રેસને નજરઅંદાજ કરતા રાષ્ટ્રીય ઇમરજન્સીની જાહેરાત પણ કરી શકે છે. 

ફંડિગ નહી મળે તો કોઇ બિલ પર નહી થાય સાઇન
ડોનાલ્ડ ટ્રમ્પેજોર આપતા કહ્યું કે, જ્યા સુધી તેમને સીમા પર દિવાલ નિર્માણ માટે ફંડિગ નહી મળી શકે, તેઓ કોઇ પણ બિલ પર હસ્તાક્ષર નહી કરે. તેમનાં આ પગલાનું ડેમોક્રેટ્સ વિરોધ કરી રહ્યા છે. દેશમાં 22 ડિસેમ્બરથી આશરે 8,00,000 સંઘીય કર્મચારીને અત્યાર સુધી વેતન નથી મળી રહ્યું. 

રાષ્ટ્રપતિને મળી છે અનેક ધમકીઓ
આ મુદ્દાને ઉખેલવા માટે વ્હાઇટ હાઉસમાં શુક્રવારે યોજાયેલી બેઠક અંગે ટ્રમ્પે શરૂઆતમાં સકારાત્મક વાતે કહી હતી કે અને તેને ખુબ જ સકારાત્મક ગણાવી હતી. જો કે ત્યાર બાદ ટ્રમ્પે એક પત્રકારના સવાલ જવાબમાં કહ્યું કે, તેમણે ધમકી આપી છે કે જરૂર હશે તો તેઓ સંઘીય એજન્સીઓને અનેક વર્ષ સુધી બંધ રાખવા માટે તૈયાર છે. 

પોતાના કામ પર મને ગર્વ છે
ટ્રમ્પે કહ્યું કે, હું જે કાંઇ પણ કરી રહ્યો છું, તેના પર મને ગર્વ છે. હું તેને કામબંધી નથી માનતો. હું માનુ છું કે આ એવું કામ છે જે દેશની સુરક્ષા અને ફાયદા માટે જરૂરી છે. તેમને તેમ પણ પુછવામાં આવ્યું હતું કે શું તેમણે ફંડિગની પરવાનગી માટે કોંગ્રેસના બાઇપાસ કરતા રાષ્ટ્રપતિના ઇમરજન્સી અધિકારોનો ઉપયોગ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. તેનાં જવાબમાં તેમણે કહ્યું કે, હું, એવું કરી શકુ છું. અમે રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરી શકે છે. તેઓ આ કામને કરવાનો એક બીજો રસ્તો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news