#MosqueMeToo : ધાર્મિક સ્થળ પર પણ મહિલાઓ થાય છે યૌનશોષણનો શિકાર!

ટ્વિટર પર #MosqueMeToo ટ્રેન્ડ થઈ રહ્યું છે 

#MosqueMeToo : ધાર્મિક સ્થળ પર પણ મહિલાઓ થાય છે યૌનશોષણનો શિકાર!

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી યૌનશોષણના અનુભવો જણાવતુ #MeToo કેમ્પેઇન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. હવે ફરીવાર આવું કેમ્પેઇન ટ્વિટર પર ચર્ચામાં છે. જોકે આ આ વખતે મુદ્દો છે ધાર્મિક સ્થળ પર થતા યૌનશોષણનો. હકીકતમાં ટ્વિટર પર  #MosqueMeToo ટ્રેન્ડિ્ંગમાં છે. આ કેમ્પેઇનમાં એ મહિલાઓએ પોતાનો અનુભવ જણાવ્યો છે જે મંદિર, મસ્જિદ અને ચર્ચ જેવા ધાર્મિક સ્થળો પર યૌનશોષણનો ભોગ બની છે. 

અમેરિકન પત્રકારનો પ્રયાસ
મૂળ ઇજિપ્તની એક અમેરિકન પત્રકાર મોના એલ્થવેએ આ કેમ્પેઇનની શરૂઆત કરી છે. અમેરિકન પત્રકારે 2013માં હજ દરમિયાન થયેલી છેડતીની ઘટનાને ટ્વિટર પર શેયર કરીને #MosqueMeToo ટ્વીટ કર્યું.  આ ટ્વીટ પછી હજારોની સંખ્યામાં મહિલાઓએ #MosqueMeToના નામ પર ટ્વીટ કર્યું. અમેરિકન પત્રકારની ટ્વીટ પછી પહેલો રિપ્લાય કરતા સબિકા નામની મહિલાએ લખ્યું છે કે 'ઇસાની નમાજ પછી મારી સાથે જે થયું એનું હું વર્ણન નથી કરી શકતી. મને લાગ્યું કે કોઈ અજાણી વ્યક્તિનો હાથ મારી કમર પર છે. પહેલાં મને લાગ્યું કે આ ભુલથી થયું છે. જોકે જ્યારે બીજીવાર અને ત્રીજીવાર આવું થયું ત્યારે મને જોરદાર આંચકો લાગ્યો. જોકે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ હાથ મારી કમર નીચે જવા લાગ્યો. 

— Mona Eltahawy (@monaeltahawy) 12 February 2018

— Mona Eltahawy (@monaeltahawy) 5 February 2018

— Mona Eltahawy (@monaeltahawy) 6 February 2018

— Faranak Amidi (@Faranak_amidi) 8 February 2018

— fatimah (@fatimahhh17) 10 February 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news