સોમાલિયા પાસે જહાજ MV LILA NORFOLKનું અપહરણ, 15 ભારતીયોને બચાવવા ઈન્ડિયન નેવીનું INS ચેન્નાઈ રવાના

MV Lila Norfolk hijacked: સોમાલિયાના તટ પાસે અપહરણ કરાયેલા આ લાઈબેરિયાના ઝંડાવાળા જહાજ પર ક્રુ સભ્યોમાં 15 ભારતીયો છે. ભારતીય નેવીનું વિમાન જહાજ પર નિગરાણી રાખી રહ્યું છે અને ક્રુ સભ્યો સાથે  કોમ્યુનિકેશન પણ સ્થાપિત કરાયું છે. 

સોમાલિયા પાસે જહાજ MV LILA NORFOLKનું અપહરણ, 15 ભારતીયોને બચાવવા ઈન્ડિયન નેવીનું INS ચેન્નાઈ રવાના

સોમાલિયાના તટ પાસે અપહરણ કરાયેલા એમવી લીલા નોરફોક અંગે ભારતીય નેવીએ મોટું પગલું ભરતા INS ચેન્નાઈને અપહ્રત જહાજ તરફ મોકલી દીધુ છે. હાઈજેક કરાયેલા જહાજના ક્રુ સભ્યોમાં 15 ભારતીયો પણ સામેલ છે. 

ન્યૂઝ એજન્સી ANI એ સૈન્ય અધિકારીના હવાલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે ભારતીય નેવીનું યુદ્ધવાહક જહાજ આઈએનએસ ચેન્નાઈ અપહરણની સ્થિતિને પહોંચી વળવા માટે અપહ્રત જહાજ તરફ આગળ વધી રહ્યું છે. આ અગાઉ સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે ભારતીય નેવી અપહરણ કરાયેલા જહાજ એમવી લીલા નોરફોક કે જેના વિશે ગુરુવારે સાંજે માહિતી મળી હતી, તેના પર કડક નિગરાણી રાખી રહી છે. 

— ANI (@ANI) January 5, 2024

સોમાલિયાના તટ પાસે અપહરણ કરાયેલા આ લાઈબેરિયાના ઝંડાવાળા જહાજ પર ક્રુ સભ્યોમાં 15 ભારતીયો છે. ભારતીય નેવીનું વિમાન જહાજ પર નિગરાણી રાખી રહ્યું છે અને ક્રુ સભ્યો સાથે  કોમ્યુનિકેશન પણ સ્થાપિત કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news