નમસ્તે ઓસ્ટ્રેલિયા! અહીંનું પેરામાટા સ્ટ્રીટ પ્રભાત ચોક અને હેરિસ પાર્ક હરિશ પાર્ક બની ગયું છે

PM Modi in Sydney: આજ વર્ષે ભારતની ધરતી પર અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના પીએમનું સ્વાગત કરવાની મને તક મળી હતી. હું એમનો ખુબ ખુબ આભાર વ્યકત કરું છું. ભારતીય સમુદાયના અહીંના રહીશોનું પણ હું અભિવાદન કરું છું ધન્યવાદ કરું છું.

નમસ્તે ઓસ્ટ્રેલિયા! અહીંનું પેરામાટા સ્ટ્રીટ પ્રભાત ચોક અને હેરિસ પાર્ક હરિશ પાર્ક બની ગયું છે

PM Modi in Sydney: સિડનીના એરિના સ્ટેડિયમમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ. સિડનીમાં લાગ્યા મોદી મોદીના નારા. પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડની અરિનામાં પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું નમસ્તે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને મારા પ્રિય મિત્ર, પૂર્વ પ્રધાનમંત્રી, ત્યાંના મંત્રીઓ અને સાંસદોનું અભિવાદન કરું છું. ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને અહીં વસતા મૂળ ભારતીયોને મારા નમસ્કાર. બ્રિસેલમાં ભારતીય સમુદાચની વર્ષો જુની માંગ પુરી કરવામાં આવી. ભારતનું કાઉન્સીલેટ જલદી જ શરૂ કરવામાં આવશે.

હું જ્યારે વર્ષ 2014માં અહીં આવ્યો હતો ત્યારે મેં તમને એક વચન આપ્યું હતુંકે, તમને ફરી ભારતના કોઈ પ્રધાનમંત્રીની 28 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે. લો સિડનીમાં હું ફરી હાજર છું. હું એકલો નથી આવ્યો ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ મારી સાથે આવ્યાં છે. ભારતીય પ્રત્યે આપનો સ્નેહ અપાર છે. ઓસ્ટ્રેલિયાના મનમાં ભારત પ્રત્યે ખુબ જ પ્રેમ છે. 

આજ વર્ષે ભારતની ધરતી પર અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના પીએમનું સ્વાગત કરવાની મને તક મળી હતી. હું એમનો ખુબ ખુબ આભાર વ્યકત કરું છું. ભારતીય સમુદાયના અહીંના રહીશોનું પણ હું અભિવાદન કરું છું ધન્યવાદ કરું છું.

ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધો થ્રી C, થ્રી D અને થ્રી E:
કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી.
ડેમોક્રેસી, ડાયસફેરા અને દોસ્તી
એનર્જી, ઈકોનોમિ અને એજ્યુકેશન

ક્યારેક C, D અને E પર આધારિત રહ્યાં સંબંધો. પણ ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોનો આધાર આનાથી ઘણો વિશાળ છે. પરસ્પરનો વિશ્વાસ અને સન્માન ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોનો મુખ્ય આધાર છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા દરેક ભારતીયો તેની મૂળ શક્તિ છે. ઓસ્ટ્રેલિયાના અઢી કરોડથી વધારે સીટીજન એનું મુખ્યકારણ છે. આપણાં વચ્ચે ભૌગોલિક દૂરી જરૂર છે પણ હિન્દ મહાસાગર આપણને પરસ્પર જોડે છે. આપણી જીવનશૈલી ભલે અલગ હોય પણ યોગા એને જોડે છે. ક્રિકેટથી તો આપણે સદીઓથી જોડાયેલાં છીએ. હવે ટેનિસ અને ફિલ્મો પણ આપણને જોડે છે.

ઓસ્ટ્રેલિયામાં ભારતના સંબંધો એટલાં પ્રસરેલાં છેકે, પેરામાટા સ્ટ્રીટ કોઈ માટે પ્રભાત ચોક બની જાય છે. હેરિસ પાર્ક હરિશ પાર્ક પણ બની જાય છે. ગતવર્ષે મહાન શેનવોર્નનું નિધન થયું ત્યારે કોટિકોટિ ભારતીયોએ પણ તેનો શોક મનાવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news