લંડનમાં બેઠાંબેઠાં પીએમ મોદીએ પાકિસ્તાનને કડક ભાષામાં આપી દીધી ચેતવણી, કહ્યું કે...
વડાપ્રધાન લંડનમાં રહેતા ભારતીય સમુદાયને મળ્યા અને તેમના સવાલોના જવાબ પણ આપ્યા
Trending Photos
લંડન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાત્રે સેન્ટ્રલ લંડનના ઐતિહાસિક વેસ્ટમિન્સ્ટર સેન્ટ્રલ હોલમાં ‘ભારત કી બાત સબકે સાથ’ કાર્યક્રમમાં લંડનમાં રહેતા ભારતીય સમુદાયને મળ્યા અને તેમના સવાલોના જવાબ પણ આપ્યા. બ્રિટનના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની વાત સૌથી સાથે કરી રહ્યાં છે. વડાપ્રધાનની સાથે ગીતકાર અને લેખત પ્રસૂન જોશી તેમની સાથે વાત કરી રહ્યાં છે. અહીં તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર છે, જેને કાર્યક્રમ માટે પાસ જારી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓની ચર્ચા કરવાની સાથેસાથે પાકિસ્તાનની સીધી ચેતવણી આપવાનું પણ કામ કર્યું હતું. તેમણે ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના ચેતાવણી આપી કે, આતંકવાદને એક્સપોર્ટ કરનારા ચેતી જાય, આ મોદી છે, જે તેમને તેમની જ ભાષામાં જવાબ આપવાનું જાણે છે.
સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનારા લોકો અંગે વડાપ્રધાને કહ્યું કે ભગવાન તમામને સદબુદ્ધિ આપે. મોદીએ કહ્યું કે, દેશમાં મારી અપીલ બાદ સવા કરોડ લોકોએ ગેસ સબસિડી છોડી હતી. 40 લાખ વરિષ્ઠ નાગરિકોએ રેલવે પ્રવાસમાં રાહતનો લાભ દેશ માટે છોડ્યો હતો. લોકતંત્રમાં લોકોને વધુને વધુ જોડવાની જરૂર છે. દેશને પોતાનો સમજીને કામ કરવાની જરૂર છે. અમે લગભગ 18 હજાર ગામડાઓમાં પ્રથમવાર વિજળી પહોંચાડવાનું કામ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમયે લંડનના પ્રવાસે છે. લંડનમાં ગઈ કાલે તેમણે લિંગાયત સમાજના સૌથી મોટા ગુરૂ બસવેશ્વરને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ ટેમ્સ નદી કિનારે સ્થિત અલ્બર્ટ એમબેન્કમેન્ટ ગાર્ડન્સમાં 12મી સદીના લિંગાયત દાર્શનિક અને સમાજ સુધારક બસવેશ્વરની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. મહત્વનું છે કે કાર્યક્રમનું આયોજન ધ બસવેશ્વર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્રિટનની બિન સરકારી સંસ્થા છે, તેણે બસવેશ્વરની પ્રતિમાને સ્થાપિત કરી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં મે મહિનામાં યોજાનારી ચૂંટણીમાં લિંગાયત અને વીરશૈવ સમુદાયનું મતદાતાના રૂપમાં ખૂબ મહત્વ છે, કારણ કે અહીંની કુલ વસ્તીમાં તેની સંખ્યા 17 ટકા છે. આ સમુદાયોને ભાજપના પરંપરાગત વોટર માનવામાં આવે છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે