સવાર સવારમાં નેપાળમાં ભયંકર ભૂકંપ, કાઠમાંડૂમાં 6.1 તીવ્રતાનો આંચકો, દિલ્હી- NCR સુધી ધરતી ધ્રૂજી

Nepal Earthuake: નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે માહિતી આપી છે કે દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 છે.

સવાર સવારમાં નેપાળમાં ભયંકર ભૂકંપ, કાઠમાંડૂમાં 6.1 તીવ્રતાનો આંચકો, દિલ્હી- NCR સુધી ધરતી ધ્રૂજી

Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા ગંડકી પ્રાંતના બાગમતી અને અન્ય જિલ્લાઓમાં પણ અનુભવાયા હતા.

નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર સવારે 7:39 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળના ધાડિંગ જિલ્લામાં હતું. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી.

દિલ્હી NCR સુધી ભૂકંપના આંચકા
રોઇટર્સ સાથે વાત કરતા, ધાડિંગ જિલ્લાના અમલદાર બદ્રીનાથ ગેરાએ કહ્યું કે તેમને તીવ્ર ધ્રુજારીનો અનુભવ થયો. નેપાળમાં ભૂકંપના આંચકા દિલ્હી-NCR સુધી અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 13 કિલોમીટર નીચે હતું.

નેપાળમાં આટલા બધા ભૂકંપ શા માટે આવે છે?
નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે. આ પહેલા 16 ઓક્ટોબરે નેપાળના દૂર પશ્ચિમ પ્રાંતમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળ ભારતીય અને તિબેટીયન ટેકટોનિક પ્લેટોની વચ્ચે આવેલું છે. આ ટેકટોનિક પ્લેટ્સ દર 100 વર્ષે બે મીટર સુધી ખસે છે, જેના કારણે દબાણ સર્જાય છે અને ભૂકંપ આવે છે. 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપ અને તેના આફ્ટરશોક્સને કારણે લગભગ 9,000 લોકોના મોત થયા હતા.

— EMSC (@LastQuake) October 22, 2023

નેપાળ સરકારના પોસ્ટ-ડિઝાસ્ટર નીડ્સ એસેસમેન્ટ રિપોર્ટ (PDNA) અનુસાર, નેપાળ વિશ્વનો 11મો સૌથી વધુ ભૂકંપ સંભવ દેશ છે. તાજેતરના સમયમાં, વિશ્વભરમાં વારંવાર ધરતીકંપોએ વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news