પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફને 10 અને પુત્રી મરિયમને 7 વર્ષની જેલની સજા
તેને આ સજા લંડનના પોશ એવેનફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિકીનો હક રાખવાના દોષી સાબિત થવા પર આપવામાં આવી છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જવાબદેહી કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે શરીફને 10 વર્ષ અને તેમની પુત્રીને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે.
આ પહેલા શરીફ પરિવારના નવાઝ શરીફ અને તેમના પરિવાર પર ચાલી રહેલા ભ્રષ્ટાચારના મામલા પર થનારી સુનાવણીને જવાબદેહી કોર્ટેને એક સપ્તાહ સુધી ટાળવાની અપીલ કરી હતી, પરંતુ કોર્ટે તે અપીલને ઠુકરાવી દીધી અને પોતાનો નિર્ણય સંભળાવ્યો.
તેને આ સજા લંડનના પોશ એવેનફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિકીનો હક રાખવાના દોષી સાબિત થવા પર આપવામાં આવી છે. કોર્ટે શરીફના બંન્ને પુત્રો હુસૈન અને હસનને પણ ભાગેડું જાહેર કરી દીધા છે અને તેની વિરુદ્ધ આજીવન અરેસ્ટ વોરંટ જારી કરી દીધું છે.
Former Pakistan PM Nawaz Sharif sentenced to 10 years and his daughter Maryam sentenced to 7 years imprisonment in #AvenfieldReference: Pakistan media pic.twitter.com/32AOuawZrq
— ANI (@ANI) July 6, 2018
કોર્ટ તરફથી સજાના એલાન બાદ શરીફ પરિવારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે નવાઝ શરીફ પર પહેલાથી જ ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગેલો છે અને હવે તેની પુત્રી મરિયમ પર આ સજા બાદ ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગી શકે છે. કોર્ટે 8 મિલિયન પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે.
વિશ્વના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે