કેમ પાકિસ્તાનીઓ ખુદ પાકિસ્તાનને ગણે છે પાગલ? જાણી લો ત્યાં ના આ વિચિત્ર કાયદા

Strange Laws of Pakistan: પાકિસ્તાનમાં પરવાનગી વગર કોઈના ફોનને સ્પર્શ કરવો ગેરકાયદેસર માનવામાં આવે છે. જો ભૂલથી પણ કોઈ બીજાના ફોનને અડકી જાવ તો, તેના માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. આમ કરનારને 6 મહિનાની જેલ થઈ શકે છે.

કેમ પાકિસ્તાનીઓ ખુદ પાકિસ્તાનને ગણે છે પાગલ? જાણી લો ત્યાં ના આ વિચિત્ર કાયદા

Strange Laws of Pakistan: દુનિયાના દરેક દેશમાં કોઈને કોઈ વિચિત્ર કાયદા હોય છે. જેને સાંભળીને ઘણીવાર લોકોને આશ્ચર્ય થઈ જાય છે. આવા વિચિત્ર કાયદા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ છે. વિચિત્ર કાયદાઓ લાગુ કરવામાં પાડોશી દેશ પાકિસ્તાન નંબર વન પર છે. આવા કાયદાઓને કારણે દુનિયાભરમાં પાકિસ્તાનની ટીકા પણ થાય છે. થોડા મહિના પહેલા જ એક કાયદાની ઘણી ટીકા થઈ હતી.

 

18 વર્ષે ફરજિયાત લગ્ન પ્રથા-
પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં એક વિચિત્ર વિધેયક પસાર કરવામાં આવ્યુ હતું. આ વિધેયક પડોશી દેશ ઉપરાંત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. આ બિલમાં કહેવામાં આવ્યું હતું કે 18 વર્ષની ઉંમરે લોકોના લગ્ન ફરજિયાત કરવામાં આવે. આ સિવાય આ કાયદાનું પાલન ન કરનારાઓ માટે સજાની પણ જોગવાઈ છે. પાકિસ્તાની રાજકારણીઓ દલીલ કરે છે કે, આ વિધેયક સામાજિક દુષણો અને બાળ બળાત્કારને રોકવામાં મદદ કરશે. આવો જાણીએ પાકિસ્તાનના આવા જ કેટલાક વિચિત્ર કાયદાઓ વિશે.

મંજૂરી વગર ફોનને અડી પણ ન શકો!
પાકિસ્તાનમાં પરવાનગી વગર કોઈના ફોનને સ્પર્શ કરવો ગેરકાયદેસર માનવામાં આવે છે. જો ભૂલથી પણ કોઈ બીજાના ફોનને અડકી જાવ તો, તેના માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. આમ કરનારને 6 મહિનાની જેલ થઈ શકે છે.

અંગ્રેજી અનુવાદ ગેરકાયદેસર છે-
પાકિસ્તાનમાં તમે અમુક શબ્દોનો અંગ્રેજીમાં અનુવાદ કરી શકતા નથી. આ શબ્દોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવું ગેરકાયદેસર માનવામાં આવે છે. આ શબ્દો છે અલ્લાહ, મસ્જિદ, રસૂલ અથવા નબી. જો કોઈ તેનો અંગ્રેજીમાં અનુવાદ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

શિક્ષણ ફી પર ટેક્સ વસૂલવામાં આવે છે-
પાકિસ્તાનમાં ભણવા માટે તમારે ટેક્સ ચૂકવવો પડશે. જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ પાછળ 2 લાખથી વધુ ખર્ચ કરે છે, તો તેણે 5% ટેક્સ ચૂકવવો પડશે. કદાચ આ ડરને કારણે જ પાકિસ્તાનનાં લોકોનું ભણતર ઓછુ હોય છે.

છોકરી સાથે હોય તો થાય છે કાર્યવાહી-
અન્ય દેશની જેમ પાકિસ્તાનમાં છોકરા અને છોકરીઓ લિવ-ઈન-રિલેશનશીપમાં નથી રહી શકતા. જો કોઈ છોકરો તેની ગર્લફ્રેન્ડ સાથે રહેતો પકડાય તો તેને જેલની સજા થાય છે. અહીં લગ્ન પહેલા છોકરા-છોકરીને સાથે રહેવાની પરવાનગી નથી.

અહીં જવા પર છે પ્રતિબંધ-
પાકિસ્તાનનાં કોઈપણ નાગરિકને ઈઝરાયલ જવાની પરવાનગી નથી. ઈઝરાયલ જવા માટે પાકિસ્તાન સરકાર અહીંના નાગરિકોને વિઝા નથી આપતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news