26/11 મુંબઈ આતંકી હુમલો પાકિસ્તાને જ કરાવ્યો હતોઃ નવાઝ શરીફ

આ પહેલા ભારતના આ દાવાને પાકિસ્તાનની તમામ સરકારો અને સંગઠન તેના નકારતા આવ્યા છે. પરંતુ હવે ખૂદ નવાઝ શરીફે આ મામલામાં બોલીને પાકિસ્તાનની અસલી રૂપ સામે લાવી દીધું છે. 

26/11 મુંબઈ આતંકી હુમલો પાકિસ્તાને જ કરાવ્યો હતોઃ નવાઝ શરીફ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 2018માં મુંબઈ હુમલાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે દાવો કર્યો કે 2008માં મુંબઈમાં થયેલા ખતરનાક આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હતો. આ પહેલા ભારતના આ દાવાને પાકિસ્તાનની તમામ સરકારો અને સંગઠન નકારતા આવ્યા છે. પરંતુ હવે ખુદ નવાઝ શરીફે આ મામલામાં બોલીને પાકિસ્તાનનો ચહેરો સામે લાવી દીધો છે. 

નવાઝ શરીફે કહ્યું, પાકિસ્તાનમાં 3 સમાનાંતર સરકારો ચાલી રહી છે. આ સમયે પણ પાકિસ્તાનમાં ઘણા આતંકી સંગઠન સક્રિય છે. શું આપણે તેને સીમા પાર કરીને મુંબઈમાં 150 લોકોની હત્યા કરવાની મંજૂરી આપવી જોઈએ? રાવલપિંડી આતંકરોધી કોર્ટમાં મુંબઈ હુમલાની ટ્રાયલ અટકેલી હોવાનો હવાલો આપીને નવાઝે કહ્યું, આપણે સુનાવણી કેમ પુરી ન કરી? મહત્વનું છે કે, પાકિસ્તાન તે વાતનો ઈન્કાર કરતું રહ્યું છે કે, 2008માં મુંબઈ હુમલામાં તેની ભૂમિકા હતી. 

નવાઝ શરીફે પનામા પેપર કેસમાં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 28 જુલાઈએ દોષિત ગણાવ્યો હતો. ત્યારબાદ તેને પોતાનું પદ છોડવું પડ્યું હતું. પાકિસ્તાન તે વાતને નકારતું રહ્યું છે કે 2008ના મુંબઈ હુમલામાં તેની ભૂમિકા હતી. ભારત તરફથી ડોઝિયર અને પૂરાવા આપવા છતાં ત્યાંની સરકારે કોઈ પગલા ભર્યા ન હતા. ચેણે તે પણ કહ્યું કે, હુમલાખોરોને પાકિસ્તાન સરકારે સંરક્ષણ આપ્યું હતું. 

નવાઝે મુંબઈ હુમલાની પાકિસ્તાનમાં થઈ રહેલી સુનાવણી પર પણ સવાલ ઉઠાવ્યા. મુલતાનમાં એક રેલી પહેલા ધ ડોનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું, જ્યારે દેશમાં બે કે ત્રણ સમાનાંતર સરકાર ચાલી રહી છે, તેવામાં તમે એક દેશને ન ચલાવી શકો. તેને રોકવાની જરૂર છે. માત્ર એક સરકાર હોઈ શકે છે, જે બંધારણિય પ્રક્રિયાથી ચૂંટાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news