એક જ દિવસમાં પાકિસ્તાનની સાન ઠેકાણે આવી, કહ્યું-અમે યુદ્ધ નથી ઈચ્છતા

બુધવારે સવારે ભારતીય સીમામાં પાકિસ્તાની વાયુસેનાએ ઘૂસવાનો પ્રયાસ કર્યા બાદ પાકિસ્તાની સેનાએ ભારતને શાંતિની અને વાતચીતની અપીલ કરી છે. 

એક જ દિવસમાં પાકિસ્તાનની સાન ઠેકાણે આવી, કહ્યું-અમે યુદ્ધ નથી ઈચ્છતા

નવી દિલ્હી : બુધવારે સવારે ભારતીય સીમામાં પાકિસ્તાની વાયુસેનાએ ઘૂસવાનો પ્રયાસ કર્યા બાદ પાકિસ્તાની સેનાએ ભારતને શાંતિની અને વાતચીતની અપીલ કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફુરે કહ્યું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે શાંતિના પક્ષમાં છીએ. આ પહેલા મંગળવારે ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે તેનો પણ જવાબ આપ્યો હતો. પરિણામે, ભારતીય હવાઈ ક્ષેત્રમાં આવેલા પાકિસ્તાની વિમાનોમાંથી એક એફ-16ને ભારતીય વાયુસેનાએ નૌસેના સેક્ટરની લામ ઘાટીમાં ક્રેશ કર્યું હતું. તેના બાદ આ વિમાન પીઓકે વિસ્તારમાં જઈને પડ્યું હતું. તે વિમાનથી પેરાશૂટથી એક પાયલટને નીચે ઉતરતા જોવાયો હતો.

પાકિસ્તાનનો દાવો
આ પહેલા પાકિસ્તાની સેનાએ એમ પણ દાવો કર્યો છે કે, તેણે પાકિસ્તાની વાયુ ક્ષેત્રમાં બે ભારતીય સૈન્ય વિમાનોને ક્રેશ કર્યા છે અને એક પાયલટને પકડી લીધો છે. પાક સૈન્ય પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે આ પહેલા એક ટ્વિટમાં દાવો કર્યો છે કે, એક વિમાન પાકિસ્તાની કબજાવાળા વિસ્તારમાં પડ્યું, જ્યારે કે બીજું જમ્મુ-કાશ્મીરમાં પડ્યું હતું. તેમણે વિસ્તૃત જાણકારી આપ્યા વિના જ કહ્યું કે, એક પાયલટને જમીન પર હાજર સૈનિકોએ પકડી લીધો છે. જોકે, ન્યૂજ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના કોઈ વિમાનને નુકશાન થયું નથી. જેથી પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. 

પાકિસ્તાને બુધવારે કહ્યું કે, તેના વિમાનોએ આત્મરક્ષા માટે એલઓસી પાર કરીને ભારતીય ક્ષેત્રમાં હુમલો કર્યો હતો. ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાની યુદ્ધક વિમાનોએ બુધવારે જમ્મુ-કાશ્મીરના પુંછ અને નૌશેરા સેક્ટરમાં ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, આજે પાકિસ્તાની વાયુસેનાએ પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં રહેલા એલઓસીના પાર હુમલો કર્યો છે.

કાર્યાલયે કહ્યું કે, પાકિસ્તાને સૈન્યના વિસ્તારો બિન-સૈન્ય વિસ્તારોને નિશાન બનાવ્યા અને એ પણ ધ્યાનમાં રાખ્યું કે કોઈનો જીવ ન જાય. તેમજ આસપાસ કોઈ નુકશાન ન થાય. તેનો એકમાત્ર હેતુ અમારા અધિકારીઓ, ઈચ્છા તથા ક્ષમતાઓને બતાવવાનો હતો. અમારો હેતુ તણાવને વધારવાનો નહિ, પરંતુ જો અમને મજબૂર કરવામાં આવે તો અમે તેના માટે પૂરી રીતે તૈયાર છે. કાર્યાલયે એમ પણ કહ્યું કે, આ કાર્યવાહી એક સ્પષ્ટ ચેતવણી છે અને તેને દિવસે કરવામાં આવી હતી. ગત કેટલાક વર્ષોથી અમારી બહાનાબાજી અને કોઈ પણ દિવસ પસંદ કરીને ભારત આક્રમકતા બતાવે છે. 

તેમણે કહ્યું કે, જો ભારત પુરાવા વગર તથાકથિત આતંકી સમર્થકો પર હુમલો કરી રહ્યું છે, તો અમને પણ એ તત્વોની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે, જે પાકિસ્તાનમાં આતંકી કૃત્યોને અંજામ આપે છે અને જેમને ભારતનું સંરક્ષણ પ્રાપ્ત છે. અમે એ રસ્તા પર જવા નથી માંગતા અને આશા રાખીએ છીએ કે ભારત પરિપક્વ લોકતાંત્રિક રાષ્ટ્રની જેમ શાંતિને જાળવી રાખવા અને મુદ્દાના સમાધાનનો મોકો આપે.

ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ
આ વચ્ચે ભારતીય વાયુસેનાનું એક વિમાન જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. શ્રીનગરમાં અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાન એક જેટ હતું. તે બડગામના ગારેંદ કલા ગામની પાસે ખુલ્લા મેદાનમાં સવારે 10 વાગીને 5 મિનીટે અકસ્માતનું શિકાર થયું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news