PAK ટીમ હારતા પાકિસ્તાની ચાહક ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો, બોલ્યો-'આ લોકો પિઝા અને...'જુઓ VIDEO 

વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી મેચે જેટલું ભારતીયોને રોમાંચિત કરી મૂક્યા એટલો જ પાકિસ્તાનમાં હાર બાદ હાહાકાર મચ્યો છે.

PAK ટીમ હારતા પાકિસ્તાની ચાહક ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો, બોલ્યો-'આ લોકો પિઝા અને...'જુઓ VIDEO 

નવી દિલ્હી: વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી મેચે જેટલું ભારતીયોને રોમાંચિત કરી મૂક્યા એટલો જ પાકિસ્તાનમાં હાર બાદ હાહાકાર મચ્યો છે. સોશિયલ મીડિયા પર મજાક ઉડી  છે. વિશ્વકપની મેચમાં પાકિસ્તાનને મળેલી સજ્જડ હાર બાદ ફેન્સમાં જબરદસ્ત ગુસ્સો જોવા મળી રહ્યો છે. મીમ્સ સાથે પાકિસ્તાનના ક્રિકેટ ફેનનો એક રડતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

આ વાઈરલ વીડિયોમાં પાકિસ્તાની ચાહકે પાકિસ્તાનની ટીમ પર ગુસ્સો કાઢતા કહ્યું કે ટીમના તમામ પ્લેયર્સ મેચ જીતવાની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તે વિચારવાની જગ્યાએ, મેચ દરમિયાન બર્ગર અને પિઝા ખાઈ રહ્યા હતાં. ચાહકે કહ્યું કે આ લોકો મેચ દરમિયાન બર્ગર અને પિઝા ખાતા રહ્યાં, જ્યારે આ લોકો બર્ગર અને પિઝા ખાશે તો હેલ્થ અને ફિટનેસનું ધ્યાન કેવી રીતે રાખશે. 

જુઓ વીડિયો...

— Gautam Verma (@gautmaxx) June 16, 2019

આ વાઈરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે આ ચાહક આ બધુ બોલી રહ્યો છે ત્યારે તે રીતસરનો રડી પડે છે. ત્યાં હાજર એક અન્ય ચાહક તેના આંસુ કપડાંથી લૂસી રહ્યો છે. અત્રે જણાવવાનું કે ભારત-પાકિસ્તાન મેચ બાદ અનેક વીડિયો અને મીમ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news