પાકિસ્તાન આર્થિક કંગાળ બન્યું: ડોલર સામે રૂપિયો 144નાં તળીયે પહોંચ્યો

વિદેશી મુડીની સમસ્યા સામે જજુમી રહેલા પાકિસ્તાની પૈસા શુક્રવારે રસાતાળ પહોંચી ચુક્યો છે. એક ડોલરની તુલનાએ પાકિસ્તાની રૂપિયો 144નાં તળીયે પહોંચ્યો છે. જે અત્યાર સુધીનાં પાકિસ્તાનનાં ઇતિહાસનું સૌથી નિચલા સ્તર પર છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઇમરાન ખાનનાં નેતૃત્વવાળી નવી સરકાર 100 દિવસ પુરા કરી ચુકી છે. 
પાકિસ્તાન આર્થિક કંગાળ બન્યું: ડોલર સામે રૂપિયો 144નાં તળીયે પહોંચ્યો

ઇસ્લામાબાદ : વિદેશી મુડીની સમસ્યા સામે જજુમી રહેલા પાકિસ્તાની પૈસા શુક્રવારે રસાતાળ પહોંચી ચુક્યો છે. એક ડોલરની તુલનાએ પાકિસ્તાની રૂપિયો 144નાં તળીયે પહોંચ્યો છે. જે અત્યાર સુધીનાં પાકિસ્તાનનાં ઇતિહાસનું સૌથી નિચલા સ્તર પર છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઇમરાન ખાનનાં નેતૃત્વવાળી નવી સરકાર 100 દિવસ પુરા કરી ચુકી છે. 

ઇમરાન ખાનની સરકાર આ 100 દિવસમાં દેશમાં રોકાણ વધારવા અને તેને વિકાસનાં રસ્તે લાવવાને પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે પરંતુ પાકિસ્તાની રૂપિયાની તબિયત સતત કથળી રહી છે. ગુરૂવારે ડોલરની તુલનાએ પાકિસ્તાની રૂપિયો 134 પર બંધ થયો. સમગ્ર દિવસના કારોબાર દરમિયાન મુદ્રા વિનિમય બજારમાં શુક્રવારે તે 10 રૂપિયા તુટી ગયો હતો. શુક્રવારે શરૂઆતી વ્યાપારમાં તે 142ના સ્તર પર ખુલ્યો પરંતુ દિવસનાં ટ્રેડિંગ દરમિયાન વધારે 2 રૂપિયાનો કડાકો બોલ્યો અને 144નાં સ્તર સુધી પહોંચી ગયો. 

ગુરૂવારે રોકાણકારોને સંબોધિત કરતા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે, રોકાણ દેશમાં આવી રહ્યું છે, વિકાસ યોગ્ય દિશામાં ચાલી રહ્યો છે. જો કે ખાન જે કહી રહ્યા છે, તે આંતરરાષ્ટ્રીય બજારમાં દેખાઇ નથી રહ્યું. જળ સંસાધન મંત્રી ફૈઝલ વાડાએ કહ્યું કે, રૂપિયામાં આવેલો ઘટાડો કાળાબજારી એક મુખ્ય કારણ છે. તેમણે કહ્યું કે, જ્યારે અમે સરકારમાં આવ્યા ત્યારે ડોલરની બ્લેક માર્કેટ પોતાનાં સર્વોચ્ચ પર હતી. હાલ પણ તે સર્વોચ્ચ ટોચ પર છે. તેમણે કહ્યું કે, જો કે સરકારનાં પ્રયાસોથી આગામી દિવસોમાં રૂપિયો વધારે મજબુત થશે. 

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને કહ્યું કે, બજારમાં અફડા તફડીનું વાતાવરણ અને ડોલરની લેવાલીનું જોર છે. જો કે તેનું સમાધાન કરી લેવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે સરકારનાં આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ પાસેથી લોન લેવા અંગે ચાલી રહેલ વાતચીતને જોતા આ ઘટાડો આવ્યો છે. 

આર્થિક સંકટ સામે લડી રહેલ પાકિસ્તાને હાલમાં જ મુદ્રા કોષ પાસે રાહત પેકેજની માંગ કરી હતી. ત્યાર બાદ મુદ્રા કોષે પાકિસ્તાનને ચીન પાસેથી મળી રહેલી આર્થિક સહાયની સંપુર્ણ માહિતી માંગી છે. સાથે જ અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે ઇંધણનાં ભાવ વધારવા અને કરનાં દરોમાં વધારો કરવા માટે જણાવ્યું છે. પાકિસ્તાની એક્સચેંજ કંપનીઓનાં સંઘના મહાસચિવ જફર પ્રાચાએ કહ્યું કે, આઇએમએફની સાથે કોઇ પણ સમજુતી થાય તે પહેલા આ પ્રકારનો ઘટાડો થાય તે સ્વાભાવિક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news