પીએમ મોદી અને શી જિનપિંગે ચાની ચુસ્કીઓ લેતા લેતા કરી 'વર્લ્ડ ઈકોનોમી' પર ચર્ચા

પાડોશી દેશ ચીન સાથે તણાવપૂર્ણ સંબંધોમાં મીઠાશ ઘોળવા માટે પ્રયત્નો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસનો આજે બીજો દિવસ છે.

પીએમ મોદી અને શી જિનપિંગે ચાની ચુસ્કીઓ લેતા લેતા કરી 'વર્લ્ડ ઈકોનોમી' પર ચર્ચા

બેઈજિંગ: પાડોશી દેશ ચીન સાથે તણાવપૂર્ણ સંબંધોમાં મીઠાશ ઘોળવા માટે પ્રયત્નો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી એકવાર ફરીથી ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યાં છે. બંને નેતાઓ આજે શહેરની સૌથી મોટી ઝીલ ઈસ્ટ લેકના કિનારે મળ્યા અને વોક કર્યું અને હવે નૌકાવિહાર કરવા જઈ રહ્યાં છે. આજે પણ અનેક એવા કાર્યક્રમ છે જ્યાં બંને નેતાઓને વાતચીત કરવાની તક મળશે. નૌકાવિહાર બાદ બંને નેતાઓ લંચ પણ કરશે. બંને નેતાઓએ પોતાની અનૌપચારિક બેઠકોની શરૂઆત 2014માં કરી, જ્યારે શી જિંગપિંગ ભારત આવ્યાં હતાં અને મોદીએ તેમની આગેવાની ગુજરાતના સાબરમતી આશ્રમમાં કરી હતી. ત્યારબાદ બંને નેતાઓ અનેક વખત આંતરરાષ્ટ્રીય બેઠકોમાં મળી ચૂક્યા છે. પરંતુ આ તેમની વચ્ચે દિલથી દિલ સુધી વાતચીતનું અનૌપચારિક શિખર સંમેલન છે.

— ANI (@ANI) April 28, 2018

બોટિંગ બાદ ચાય પે ચર્ચા
બોટિંગ બાદ બંને નેતાઓ વચ્ચે ચાય પે ચર્ચા થઈ. ચીનની ખાસ ચાની ચુસ્કીઓ લેતા લેતા પીએમ મોદી શી જિંગપિંગને ચા પીરસવાના ભારતીય અંદાજને સમજાવતા જોવા મળ્યાં હતાં.

— ANI (@ANI) April 28, 2018

ઈસ્ટ લેક કિનારે કર્યું વોક
બંને નેતાઓ ઝીલોની નગરી ગણાતા વુહાનની મશહૂર ઈસ્ટ લેકમાં બોટિંગની મજા માણી. આ અગાઉ લેકના કિનારે ચાલતા ચાલતા વાતચીત પણ કરી.

— ANI (@ANI) April 28, 2018

વડાપ્રધાન મોદીએ 2019માં શીને ભારત આવવા આમંત્રણ પાઠવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગને 2019માં અનૌપચારિક બેઠક માટે ભારત આવવા આમંત્રણ આપ્યું. બે દિવસના અનૌપચારિક સંમેલનમાં ભાગ લીધા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ પ્રકારની બેઠકોની જરૂર છે અને ત્યારબાદ તચેમણે શીને આગામી વર્ષે ભારત આવવા આમંત્રણ આપ્યું.

પીએમ મોદીએ કહ્યું કે હું તમને નિમંત્રણ અને તમારા દ્વારા કરવામાં આવેલા સ્વાગતનો આભારી છું. આ પહેલીવાર બન્યું છે કે બેઈજિંગથી દૂર તમે બેવાર ભારતીય વડાપ્રધાનની આગવાની કરી. તમે પોતે મારું સ્વાગત કરવા માટે વુહાન આવ્યા. આ ભારત માટે ગર્વનો વિષય છે. તેમણે કહ્યું કે તમે સાચુ કહ્યું છે કે વિશ્વની 40 ટકા જનસંખ્યાવાળા બે દેશોના નેતા મુલાકાત કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news