ભૂલેચૂકે ઝાડ નીચેથી ઉપાડીને ના ખાઈ લેતા આ ફળ, નહીં તો રમી જશે તમારા રામ!

આ છે વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ, જેના ફળનો એક જ ટુકડો મૃત્યુનું કારણ બની શકે છે. લોકોને મૈંશીનીલ વૃક્ષથી દૂર રાખવા માટે બોર્ડ લગાવવામાં આવે છે. છતાં જો તમે ભૂલ કરી તો ગયા કામથી...

ભૂલેચૂકે ઝાડ નીચેથી ઉપાડીને ના ખાઈ લેતા આ ફળ, નહીં તો રમી જશે તમારા રામ!

The Poisonous Tree: જીવનમાં વૃક્ષો અને છોડનું ખૂબ મહત્વ છે. સરળ શબ્દોમાં કહીએ તો, વૃક્ષોથી જ જીવન છે. આ સિવાય વૃક્ષો આપણને ઘણા પોષક તત્વોવાળા ફળ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક એવુ પણ વૃક્ષ છે, જે એટલું ઝેરી છે કે તેને વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ કહેવામાં આવે છે. આ વૃક્ષનું નામ છે મૈંશીનીલ. આ વૃક્ષ ફ્લોરિડા અને કેરેબિયન સમુદ્રના દરિયાકાંઠે જોવા મળે છે. મૈંશીનીલનાં વૃક્ષની ઊંચાઈ લગભગ 50 ફૂટ સુધીની હોય છે. આ વૃક્ષના પાંદડા ચમકદાર અને આકારમાં અંડાકાર હોય છે.

આ ઝાડ વિશે એવું કહેવામાં આવે છે કે તે એટલું ઝેરી છે કે જો કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવે છે, તો તેના શરીર પર ફોલ્લા પડી જાય છે. આ વૃક્ષનો દરેક ભાગ ઝેરી છે પરંતુ તેના ફળને સૌથી વધુ ઝેરી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ ફળનો ટુકડો પણ ખાય છે, તો તે મોતને ભેટી શકે છે. મૈંશીનીલ વૃક્ષનું ફળ આટલુ ઝેરી હોવા છતા વૈજ્ઞાનિકોએ તેનો સ્વાદ ચાખી જોયો છે. આ વૃક્ષ વિશે કહેવામાં આવે છે કે, કોઈ વ્યક્તિની આંખ વૃક્ષના સીધા સંપર્કમાં આવે છે, તો તે અંધ બની શકે છે.  

લોકોને મૈંશીનીલ વૃક્ષથી દૂર રાખવા માટે બોર્ડ લગાવવામાં આવે છે. આટલુ ખતરનાક હોવા છતાં મૈંશીનીલ વૃક્ષ સ્થાનિક મહત્વ વધુ ધરાવે છે. દરિયાઈ ક્ષેત્રમાં આ વૃક્ષ હોવાના કારણે જમીનનું ધોવાણ થતુ અટકાવે છે. કેરેબિયન કાર્પેન્ટર આ વૃક્ષના લાકડાનો ઉપયોગ ફર્નીચર બનાવવામાં કરે છે. પરંતુ આ વૃક્ષના લાકડાને કાપતા સમયે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. લાકડાનો ઉપયોગ કરતા પહેલા તેને તડકામાં સૂકવવામાં આવે છે. જેથી તેની અંદરનો ઝેરી તત્વ દૂર કરી શકાય.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news