આ રેસ્ટોરન્ટમાં મળે છે 100% શાકાહારી માછલી, ખુબ જ ડિમાન્ડમાં છે વેજ ફિશ

શાકભાજી ખાનારા લોકો ઈંડાને શાકાહારી માનતા નથી જ્યારે ઈંડાને તો ડોક્ટર્સ પણ શાકાહારી જાહેર કરી ચૂક્યા છે.

આ રેસ્ટોરન્ટમાં મળે છે 100% શાકાહારી માછલી, ખુબ જ ડિમાન્ડમાં છે વેજ ફિશ

નવી દિલ્હી: શાકભાજી ખાનારા લોકો ઈંડાને શાકાહારી માનતા નથી જ્યારે ઈંડાને તો ડોક્ટર્સ પણ શાકાહારી જાહેર કરી ચૂક્યા છે. શુદ્ધ શાકાહારને દેશ વિદેશના સેલિબ્રીટી પણ ખુબ પ્રમોટ કરે છે. આ બધા વચ્ચે લંડનની એક ફૂડ શોપ પર વેજ ફિશ ખુબ ઝડપથી માર્કેટમાં છવાઈ રહી છે. બિલકુલ હા... શાકાહારી માછલી... કયારેય સાંભળ્યું છે કે માછલી અને તે પણ શાકાહારી? આમ તો માછલી સી ફૂડનો ભાગ છે અને ડાયેટ ફૂડ લેનારા લોકો તેને પોતાના ભોજનમા સામેલ કરવાનું ચૂકતા નથી. પરંતુ માછલી શાકાહારી કેવી રીતે હોઈ શકે, એ વાત સમજવી થોડી મુશ્કિલ છે. 

લંડનની એક ચિપ શોપના માલિક ડેનિયલ સેટને પોતાના નવા રેસ્ટોરન્ટના મેન્યુમાં વેજ ફિશને સામેલ કરી છે. ડેનિયલનું કહેવું છે કે તેમની ફિશમા ફિશ છે જ નહીં. રેસ્ટોરન્ટના માલિક સેટને કહ્યું કે શાકાહારી માછલી અંગે તેમણે ચિપ્સ સર્વ કરવાનો એક્સપરિમેન્ટ  કર્યો હતો જેને લોકોએ ખુબ પસંદ કર્યો. હવે તેની માગણી ખુબ ઝડપથી વધી રહી છે. 

uk.reuters ના એક અહેવાલ મુજબ સેટને જણાવ્યું કે અમે અમારા મેન્યુમાં કઈંક નવું જોડવા માંગતા હતાં અને પછી વેજ ફિશનો આઈડિયા જેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. રિઝલ્ટ સારું આવતા અમે ફૂલ વેજ મેન્યુ જારી કરી દીધુ છે. સોમવારે લંડનનો પહેલો વેજન ચિપી સંપૂર્ણ રીતે ખુલી ગયો છે. સેટને કહ્યું કે ઈસ્ટ લંડનમાં વેજની વધતી ડિમાન્ડને અમે અમારા નવા મેન્યુથી પૂરી કરી શકીએ છીએ. જો લોકો વેજ ફિશ અને ચિપ્સ ખાવા માંગતા હોય તો હું તેનો સપ્લાય ચાલુ રાખીશ. 

વેજ ફિશ કેળાના ફૂલ અને સમુદ્ર છોડ સેમ્ફાયરથી બનાવવામાં આવે છે. તેનો ટેસ્ટ ફિશની જેમ લાગે છે. ત્યારબાદ તેને ડીપ ફ્રાય કરવામાં આવે છે. જાપાની બટાકાના સ્ટાર્ચથી શાકાહારી ઝીંગા પણ બનાવવામાં આવે છે. તેને સ્કેમ્પી તરીકે સર્વ કરવામાં આવે છે. લંડનના લોકો આ નવા સ્વાદને ખુબ મજા લઈને ખાઈ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news