શાહી પરિવારનો લગ્ન સમારંભ: નામ બડે ઓર દર્શન ખોટે, વાંચીને કરશો થૂ થૂ

બ્રિટનનાં શાહી પરિવારે લગ્ન સમારંભમાં ગરીબ ગુરબાઓને બોલાવ્યા તો ખરા પણ તેમને શરમજનક સુચના પણ આપી

શાહી પરિવારનો લગ્ન સમારંભ: નામ બડે ઓર દર્શન ખોટે, વાંચીને કરશો થૂ થૂ

અમદાવાદ : આવું કામ કદાચ કોઇ ચિંદિ ચોર પણ ન કરે તેવું કામ બ્રિટનનાં શાહી પરિવારે કર્યું છે. બ્રિટનનાં શાહી પરિવારે જે કામ કર્યું છે તે જાણીને કદાચ તમે થું થું કરશો. બ્રિટનનાં શાહી પરિવારમાં લગ્ન સમારંભ યોજાવા જઇ રહ્યો છે. આ શાહી લગ્ન પ્રિંસ ચાર્લ્સનાં નાના પુત્ર પ્રિંસ હેરીનાં છે. મર્ગેનાં મર્કેલ અને પ્રિંસ હેરીનાં લગ્ન 19મે, 2018નાં દિવસે યોજાવાનાં છે. એપ્રીલમાં એવા સમાચારો વહેતા થયા હતા કે રાણી અને રાજકુમાર બંન્ને ખુબ જ ઉદાર છે. માટે તેમણે રોયલ ફેમિલી અને સામાન્ય લોકો વચ્ચેનું અંતર ઘટાડવા માટે ગરીબ ગુરબા 1200 લોકોને પોતાનાં લગ્નમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. 

પ્રિંસે નક્કી કર્યું કે તેઓ શાહી ભોજન સમારંભમાં આ લોકોને હાજર રહેવા માટે આમંત્રણ આપશે. જેથી સામાન્ય લોકો અને રોયલ પરિવાર વચ્ચેનું અંતર ઘટે. આ નિર્ણયનાં બ્રિટનનાં મીડિયાએ ખુબ જ વખાણ કર્યા. ચોતરફ રોયલ પરિવારની વાહવાહી ફેલાઇ ગઇ. જો કે હવે જ્યારે આમંત્રણ પત્રીકા પહોંચી ત્યાર બાદ સાચી રમત ચાલુ થઇ. રોયલ પરિવારે કંકોતરી મોકલવાનું અને ભોજન સમારંભમાં હાજર રહેવાનું નાટક માત્ર કર્યું. હતું. કારણ કે ગરીબોની કંકોત્રીમાં તેમને ઘરેથી જ ભોજનનું ટીફિન લઇને આવવા માટેની સુચના લખાઇ છે. એટલે કે લગ્નનાં જમણવારમાં તેમણે પોતાનું ટીફિન જવાનું રહેશે. તેમને રોયલ ભોજન નહી મળે. તે ભોજન તો માત્ર વીવીઆઇપી પરિવાર માટે જ રહેશે. 

બોલાવવાનું નાટક શા માટે કર્યું ? 
કહેવા માટે રોયલ ફેમિલી અને રોયલ લગ્ન સમારંભ પરંતુ તેમની ઓકાત 1200 લોકોને ખવડાવવાની પણ નહી. રોયલ પરિવારનો જીવ શું આટલો ટુંકો હશે કે ચીંદીચોરીનો સ્વભાવ ? જેવી રીતે આપણા ત્યાં પ્રાંત હોય છે તેવી જ રીતે બ્રિટનમાં કાઉન્ટી હોય છે. આ કાઉન્ટીઓની અંદર રાણીનાં માણસો હોય છે જે લોર્ડ કમાન્ડર કહેવાય છે. તેમણે આ મહેમાનોને પત્ર મોકલ્યો છે, જેમાં લખ્યું કે, 
લગ્નમાં આવો, તો તમારૂ લંચ સાથે લઇને આવો. કારણ કે ત્યાં ભોજન ખરીદવા માટેની કોઇ જ વ્યવસ્થા રાખવામાં આવેલી નથી.
 

વિંડસર કેસલમાં થાય છે લગ્ન
લગ્ન થવાનાં છે વિંડસર કેસલમાં. અંગ્રેજો જેમ આપણા હિન્દુસ્તાનને લૂંટીને લઇ ગયા તેવી જ રીતે ઘણા અન્ય દેશોને પણ તેમણે લૂંટ્યા છે. તેમણે લૂંટી લૂંટીને જે ભેગું કર્યું તેમાંથી આલીશાન મહેલો બાવ્યા છે. તેમાંનો જ એક આલિશાન મહેલ વિંડસર કેસલ છે. શાહી પરિવારનાં રોયલ વેડિંગ અહીં જ યોજાય છે. હેરી અને મર્કેલનાં લગ્નનો સમારંભ આશરે સવા ચાર કલાક જેટલો ચાલશે. વીઆઇપી મહેમાનોને એક એકથી ચડિયાતી વાગનીઓ પિરસવામાં આવશે. પરંતુ આમંત્રીત ગરીબ ગુરબાઓ ખાલી આ વાનગીઓ જોવાનો જ આનંદ માણી શકશે. આ માટેની તેમને સુચના પણ અગાઉથી જ આપી દેવાઇ છે. અથવા તો પછી જાતે ટીફીન લઇને આવે તો વિંડસર કેસલમાં ભોજન લીધાનું આશ્વાસન તેમને પ્રાપ્ત થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news