દેવાળું ફૂંકવાની આરે શ્રીલંકા, ભારત માટે બની શકે છે ખતરો!
શ્રીલંકાની અર્થવ્યવસ્થાની સૌથી મોટી સમસ્યા વધતી જતી મોંઘવારી, ખાદ્ય સંકટ અને ત્યાં વિદેશી હૂંડિયામણનો અભાવ છે. જ્યારે રાજપક્ષેએ નવેમ્બર 2019માં સત્તા સંભાળી ત્યારે દેશની વિદેશી મુદ્રા ભંડાર $7.5 બિલિયન હતું, પરંતુ 2021ના અંત સુધીમાં ફોરેક્સ રિઝર્વ ઘટીને $2.5 બિલિયન થઈ ગયું હતું.
Trending Photos
કોલંબોઃ શ્રીલંકા પોતાના આર્થિક સંકટને લઈને દુનિયામાં ચર્ચાનું વિષય બન્યું છે. હાલના સમયમાં કોરોના મહામારી બાદ શ્રીલંકામાં ભારે આર્થિક સંકટ સામે આવ્યું છે. એક તરફ મોંઘવારી વધી રહી છે અને લોકો પરેશાન છે તો શ્રીલંકાની સરકાર ચીન પાસે ભારે ઉધારીને કારણે વધતા દેવાને કારણે મુશ્કેલીમાં છે. સ્થિતિ એવી છે કે શ્રીલંકા એક રાષ્ટ્ર તરીકે દેવાળુ ફુંકવાની તૈયારીમાં છે. આ વચ્ચે શ્રીલંકામાં ભારતીય હિતોને જોતા નિષ્ણાંતોનું માનવું છે કે શ્રીલંકાની સ્થિતિ વધુ ખરાબ થઈ તો પોતાના ભારે દેવાને કારણે શ્રીલંકામાં નીતિઓને લઈને ચીન વધુ મનમાની કરશે જે ભારત માટે ખતરનાક થઈ શકે છે.
વાસ્તવમાં, શ્રીલંકાની અર્થવ્યવસ્થાની સૌથી મોટી સમસ્યા વધતી જતી મોંઘવારી, ખાદ્ય સંકટ અને ત્યાં વિદેશી હૂંડિયામણનો અભાવ છે. જ્યારે રાજપક્ષેએ નવેમ્બર 2019માં સત્તા સંભાળી ત્યારે દેશની વિદેશી મુદ્રા ભંડાર $7.5 બિલિયન હતું, પરંતુ 2021ના અંત સુધીમાં ફોરેક્સ રિઝર્વ ઘટીને $2.5 બિલિયન થઈ ગયું હતું. તેના કારણે શ્રીલંકાની વિદેશી દેવું ચૂકવવાની ચિંતા વધી ગઈ. ચીનનું શ્રીલંકા પર પાંચ અબજ ડોલરથી વધુનું દેવું છે. ગત વર્ષે શ્રીલંકાએ આર્થિક સંકટથી બચવા માટે એક અબજ ડોલરની લોન લીધી હતી.
આ પણ વાંચોઃ Corona News: નવા રિસર્ચમાં ખુલાસો, સ્કિન, હોઠ અને નખનો બદલાયેલો કલર પણ Covid-19 ના નવા લક્ષણ
ચીન ઉપરાંત શ્રીલંકા પર જાપાન અને ભારતનું પણ દેવું છે. આ વર્ષ માટે કુલ બાકી US$6.9 બિલિયન હશે. પરંતુ ચીનના દેવાની હાલત એવી છે કે લોન ન ચૂકવવાના બદલામાં શ્રીલંકાએ હમ્બનટોટા બંદર ચીનને 100 વર્ષના લીઝ પર આપવું પડ્યું. શ્રીલંકાને હમ્બનટોટા પોર્ટની સાથે 15,000 એકર જમીન પણ સોંપવી પડી હતી. શ્રીલંકાએ ચીનને જે વિસ્તાર સોંપ્યો છે તે ભારતથી માત્ર 100 માઈલ દૂર છે. તેને ભારત માટે વ્યૂહાત્મક ખતરો ગણાવવામાં આવી રહ્યો છે અને આ જ કારણ છે કે તે ભારત માટે ખતરનાક બની શકે છે.
જો કે તાજેતરમાં શ્રીલંકાના નાણામંત્રી બાસિલ રાજપક્ષેની ભારત મુલાકાત બાદ ભારત શ્રીલંકાને તાત્કાલિક મદદ માટે કામ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ભારત શ્રીલંકાના આર્થિક સંકટનો સામનો કરવા માટે એક પેકેજ પર કામ કરી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે ભારત શ્રીલંકામાં તાત્કાલિક ધોરણે ઉર્જા સુરક્ષા પેકેજ અને ચલણની અદલાબદલી અને વધુ ભારતીય રોકાણોની સાથે ફૂડ અને હેલ્થ સિક્યુરિટી પેકેજનું વિસ્તરણ કરે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ Molnupiravir Price: હવે ભાગશે કોરોના, ભારતમાં લોન્ચ થઈ મોલનુપિરાવિર દવા, જાણો તેની કિંમત
આ બધા સિવાય શ્રીલંકાને પર્યટન ક્ષેત્રે પણ કોરોનાને કારણે ઘણું નુકસાન થયું છે. ધ ગાર્ડિયન, શ્રીલંકામાં કેસ સ્ટડી કરતી વખતે તાજેતરમાં જાણવા મળ્યું કે ગામડાની દુકાનોમાં એક કિલો દૂધના પાવડરના 100-100 ગ્રામના પેકેટ બનાવવામાં આવે છે આવે છે કારણ કે લોકો એક કિલોના પેકેટ ખરીદી શકતા નથી. લોકો 100 ગ્રામથી વધુ કઠોળ ખરીદી શકતા નથી. આ સિવાય અન્ય રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે