જે વ્હીલચેર પર બેસીને મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સે રિસર્ચ કર્યાં, હવે તેની હરાજી

જે વ્હીલચેર પર બેસીને મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સે રિસર્ચ કર્યાં, હવે તેની હરાજી

14 માર્ચ, 2018ના રોજ દુનિયાના મહાન વૈજ્ઞાનિક સ્ટીફ હોકિંગનું નિધન થયું. જ્યારથી આ વૈજ્ઞાનીનું નામ વૈશ્વિક ફલક પર ચર્ચામાં આવ્યું, ત્યારથી લઈને માર્ચ,2018 સુધી લોકોએ તેમને વ્હીલચેર પર જ જોયા છે. હવે તેમના મૃત્યુ બાદ તેમની આ આઈકોનિક વસ્તુની હરાજી કરવામાં આવનાર છે. માત્ર તેમની વ્હીલચેર જ નહિ, સ્ટીફનની કુલ મળીને 22 વસ્તુઓની હરાજી કરવામાં આવનાર છે. 

હોકિંગ એક કોસ્મોલોજિસ્ટના રૂપમાં ફેમસ રહ્યા, અને અંતરિક્ષમાં બ્લેક હોલ પરના તેમના રિસર્ચને લઈને સતત ચર્ચામાં રહેતા. ત્યારે ઓક્શન હાઉસ ક્રિસ્ટીએ સોમવારે હોકિંગની 22 વસ્તુઓના ઓનલાઈન હરાજીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. ક્રિસ્ટીમાં પુસ્તકો અને પાંડુલિપિ વિભાગના હેડ થોમસ વેનિંગે કહ્યું કે, આ રિસર્ચ હોકિંગના વિચારોના વિકાસક્રમોને, તેમની બુદ્ધિમતાને દર્શાવે છે. 

Stephen Hawking

કઈ કઈ વસ્તુઓની હરાજી કરાશે
સ્ટીફન હોકિંગની વસ્તુઓની હરાજીમાં મોટર સંચિલાત વ્હીલચેર, તેમને મળેલા એવોર્ડસ તથા પુરસક્રા, તેમના હસ્તાક્ષર કરાયેલ પીએચડી થીસીસ મહત્વના છે. જેના પર દુનિયાભરના ખરીદારોની નજર અટકેલી છે. આ રિસર્ચમાં સ્પેક્ટ્રમ ઓફ વોર્મહોલ્સ અને ફંડામેન્ટલ બ્રેકડાઉન ઓફ ફિઝીક્સ ઈન ગ્રેવિટેશનલ કોલેપ્સ સામેલ છે. તેમની વ્હીલચેર 100,000 થી 150,000 પાઉન્ડમાં વેચાય તેવી શક્યા છે. ઓક્શન 31 ઓક્ટોબરથી 8 નવેમ્બરની વચ્ચે થશે.

ઉલ્લેખનીય છે કે, સ્ટીફન માત્ર 22 વર્ષની ઉંમરમાં મોટર ન્યૂરોન બીમારીથી પીડિત થયા હતા. ત્યારે તેમને પોતાની જિંદગીના માત્ર થોડા જ વર્ષો બાકી રહ્યા છે તેવુ માલૂમ પડી ચૂક્યું હતું. તેમ છતાં વર્ષો સુધી તેઓ વ્હીલચેર પર રહીને ભૌતિક વિષયો પર રિસર્ચ કરી રહ્યા હતા. 14 માર્ચ, 2018ના રોજ 76 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news