દારૂ પીને લોકો કેમ સટાસટ અંગ્રેજી બોલે છે? આખરે થઈ ગયો ખુલાસો

તમે જોયું હશે કે કેટલાક લોકો અંગ્રેજીમાં વાત કરતા ખચકાટ અનુભવે છે, તેઓ પણ ક્યારેક દે ધના ધન અંગ્રેજીમાં વાત કરતા હોય છે. જો કે આવું મોટા ભાગે ત્યારે જ બનતું હોય છે જ્યારે તેઓએ દારૂ પીધેલો હોય. 

દારૂ પીને લોકો કેમ સટાસટ અંગ્રેજી બોલે છે? આખરે થઈ ગયો ખુલાસો

નવી દિલ્હી: તમે જોયું હશે કે કેટલાક લોકો અંગ્રેજીમાં વાત કરતા ખચકાટ અનુભવે છે, તેઓ પણ ક્યારેક દે ધના ધન અંગ્રેજીમાં વાત કરતા હોય છે. જો કે આવું મોટા ભાગે ત્યારે જ બનતું હોય છે જ્યારે તેઓએ દારૂ પીધેલો હોય. ભારતમાં આપણે અનેકવાર લોકોને મજાકમાં બોલતા જોયા છે કે અંગ્રજી દારૂના સેવાનથી અંગ્રેજી શબ્દો નીકળવા માંડે છે. જો અમે તમને એમ કહીએ કે આ સાચુ છે તો તમે કદાચ જ તેના પર વિશ્વાસ કરશો. પરંતુ હાલમાં જ સામે આવેલા એક અભ્યાસમાં તે સાબિત થાય છે કે થોડો દારૂ પણ તમને અન્ય ભાષાઓને બોલવામાં ખુબ મદદરૂપ થઈ શકે છે. 

દારૂનું થોડું પ્રમાણ પણ વધારે છે ભાષાની દક્ષતા
હકીકતમાં યુનિવર્સિટી ઓફ લીવરપુલ બ્રિટનના કિંગ્સ કોલેજ અને નેધરલેન્ડ્સ યુનિવર્સિટી ઓફ માસ્ટ્રિચના સંશોધનકર્તાઓએ તેના પર અભ્યાસ હાથ ધર્યો. અભ્યાસમાં જાણવા મળ્યું કે દારૂના થોડા પ્રમાણથી પણ લોકોની લિંગુઈસ્ટિક પ્રોફિશિયન્સી (ભાષાની દક્ષતા) વધી જાય છે. અભ્યાસકર્તાઓએ ડચ ભાષા શીખનારા 50 જર્મન લોકોના એક સમૂહની પસંદગી કરી. આ લોકોમાં કેટલાક લોકોને પીવા માટે અપાયેલા ડ્રિંકમાં થોડા પ્રમાણમાં આલ્કોહોલ સામેલ હતું. કેટલાક લોકોને ડ્રિંકમાં આલ્કોહોલ આપવામાં આવ્યો નહતો. 

લોકોમાં ખચકાટ જોવા ન મળ્યો
ત્યારબાદ જર્મન લોકોના આ સમૂહને નેધરલેન્ડ્સના લોકો સાથે ડચ ભાષામાં વાત કરવા માટે કહેવાયું. રિસર્ચરોને જાણવા મળ્યું કે જે લોકોના ડ્રિંકમાં આલ્કોહોલ હતો તેમણે શબ્દોનો ઉચ્ચાર યોગ્ય કર્યો અને ભાષાના પ્રયોગ દરમિયાન તેમનામાં ખચકાટ પણ નહતો. તેઓ ખુલીને ડચ ભાષામાં વાત કરી રહ્યાં હતાં. રિસર્ચરોએ જણાવ્યું કે લોકોને તેમના વજન મુજબ થોડા પ્રમાણમાં આલ્કોહોલ આપવામાં આવ્યો હતો. રિસર્ચરોના જણાવ્યાં મુજબ આ પરિણામ લોકોને થોડા પ્રમાણમાં દારૂના સેવન બાદ મળ્યા છે. 

દારૂના પ્રયોગથી પડે છે ખરાબ અસર
સામાન્ય રીતે લોકોને બીજી ભાષામાં બોલવામાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ આ અભ્યાસ સામે આવ્યા બાદ લોકો થોડો દારૂ પીને પણ બીજી ભાષાનો ઉપયોગ સારી રીતે કરી શકશે. આ અભ્યાસ સાયન્સ મેગેઝીન જર્નલ ઓફ સાઈકોફાર્માકોલોજીમાં છપાયેલો છે. અત્રે જણાવવાનું કે દારૂના પ્રયોગથી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પર અસર પડે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news