Coronavirus: એક એવું રેસ્ટોરન્ટ જ્યાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું રજૂ કર્યું અનોખું ઉદાહરણ

કોરોના (Coronavirus)થી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) ખુબજ જરૂરી છે અને લોકો તેનું પાલન પણ કરી રહ્યાં છે. પરંતુ સ્વીડનના એક રેસ્ટોરન્ટે સોશિયલ ડિસ્ટન્સિંગને એક અલગ જ સ્તર પર પહોંચાડી દીધું છે.

Coronavirus: એક એવું રેસ્ટોરન્ટ જ્યાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું રજૂ કર્યું અનોખું ઉદાહરણ

સ્ટોકહોમ: કોરોના (Coronavirus)થી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) ખુબજ જરૂરી છે અને લોકો તેનું પાલન પણ કરી રહ્યાં છે. પરંતુ સ્વીડનના એક રેસ્ટોરન્ટે સોશિયલ ડિસ્ટન્સિંગને એક અલગ જ સ્તર પર પહોંચાડી દીધું છે. આ રેસ્ટોરન્ટનું નામ છે "ટેબલ ફોર વન" (Bord för En) અને નામ પ્રમાણે અહીં એક વખતમાં માત્ર એક જ વ્યક્તિ બેસી શકે છે. રેસ્ટોરન્ટની ક્રિએટિવિટી અહીં પુરી નથી થતી, બેઠક વ્યવસ્થા કોઈ હોલમાં નથી પરંતુ ખુલ્લા મેદાનમાં કરવામાં આવી છે. એટલે કે તમે પ્રકૃતિની વચ્ચે બેસીને વ્યંજનોની મજા માણી શકો છો. આ ઉપરાંત ખાવાની વસ્તુને ગ્રાહકના ટેબલ સુધી પહોંચાડવાની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. કિચનથી ટેબલ સુધી એક દોરી બાંધવામાં આવી છે. જેના પર એક વાસણ લટકાવવામાં આવ્યું છે. ખાવાનું તૈયાર થઈ ગયા બાદ તે વાસણમાં મુકી તેને ટેબલ સુધી પહોંચાડવામાં આવે છે. જો કે, હજુ રેસ્ટોરન્ટનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું નથી. સ્વીડિશ યુગલ રેસમસ પર્સન (Rasmus Persson) અને લિંડા કાર્લસન (Linda Karlsson) તૈયારીઓ કરી રહ્યાં છે અને 10 મે સુધીમાં તેની શરૂઆત થશે.

આ અનોખા રેસ્ટોરન્ટનો ખ્યાલ રૈસમસ અને લિંડાને તેમના પેરેન્ટ્સ સાથે લંચ કરતા સમયે આવ્યો હતો. થોડા દિવસ પહેલા રેસમસના સાસુ સસરા તેમને ત્યાં લંચ માટે આવ્યા હતા. જેને લઇને તેમણે કંઇક અલગ કરવા માટે ગાર્ડનમાં ટેબલ ગોઠવ્યું, જેથી ફ્રેસ હવા વચ્ચે ખાવાનો આનંદ માણી શકાય. ત્યારબાદ કિચનની બારીથી ખાવાનું પીરસતા તેના મનમાં ખ્યાલ આવ્યો કે એવું રેસ્ટોરન્ટ ખોલવામાં આવે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું અનોખું ઉદાહરણ રજૂ કરે. તેણે તેની પત્ની સાથે આ વિષય પર વાત કરી અને બંને આ રેસ્ટોરન્ટ ખોલવાની તૈયારી કરવાના કામમાં લાગી ગયા. હાલમાં તેમની આ યોજના રેસ્ટોરન્ટને 1 ઓગસ્ટ સુધી ચલાવવાની છે.

લિંડા કાર્લસનનો દાવો છે કે, ટેબલ ફોર વન દુનિયાનું એક માત્ર Covid-19 સુરક્ષિત રેસ્ટોરન્ટ હશે. તેણે જણાવ્યું કે, રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવશે. ટેબલને દિવસમાં બે વખત સેનેટાઇઝ કરવામાં આવશે અને વાસણોને પણ બે વખત ધોવામાં આવશે. લિંડાએ વધુમાં કહ્યું કે, અમે ખાવાનું તૈયાર કરતા સમયે તે એકમાત્ર મહેમાન પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છીએ છે, અને અમે તે સુનિશ્ચિત કરીશું કે મહેમાનનો અનુભવ સંપૂર્ણ રીતે Covid-19 મુક્ત હોય.

રેસ્ટોરન્ટનું મેન્યૂ રેસમસે તૈયાર કર્યું છે. જે પોતે એક શેફ છે. અહીં આવતા લોકો અલગ અલગ પ્રકારના વ્યંજનોનો સ્વાદ ચાખશે. સાથે જ તેમના માટે ડ્રિંકની વ્યવસ્થા પણ રહશે. ખાસ વાત એ છે કે, ટેબલ ફોર વન તે લોકોનો પણ ખ્યાલ રાખશે, જેમની આર્થિક સ્થિતિ સારી નથી. તેના વિશે લિંડાએ કહ્યું કે, આપણે બધા મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. ઘણા લોકો પોતાની નોકરી પણ ગુમાવી ચુક્યા છે. અમે તમામનું સ્વાગત કરીએ છીએ. પછી ભલે તમારી આર્થિક સ્થિતિ કેવી પણ હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news