દુનિયાનો પહેલવહેલો દેશ, જે પોતાના નાગરિકોને આપશે મફત પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા
Trending Photos
લક્ઝમ્બર્ગ: યુરોપનો એક દેશ એવો છે જે પોતાના નાગરિકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સાવ મફત કરવા જઈ રહ્યો છે. આવું કરનારો આ દેશ એ દુનિયાનો પહેલવહેલો દેશ હશે. લક્ઝમ્બર્ગ દેશમાં બસ, ટ્રેન, અને ટ્રામથી મુસાફરી કરનારા લોકોએ કોઈ પણ ભાડું આપવું નહીં પડે. અત્રે જણાવવાનું આ દેશની વસ્તી 6 લાખ છે. ઓછી વસ્તી હોવા છતાં અહીં ટ્રાફિક મુખ્ય સમસ્યા છે. આ કારણે દેશની સરકારે દેશના પર્યાવરણને બચાવવા માટે અને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ખાસ યોજના બનાવી છે.
જેવિયર બેટલે બુધવારે જ લક્ઝમ્બર્ગના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. બેટલે ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું કે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટને મફત કરી દેશે. લક્ઝમ્બર્ગની રાજધાની લક્ઝમ્બર્ગ સિટીની ટ્રાફિક વ્યવસ્થા દુનિયાની સૌથી ખરાબ ટ્રાફિક વ્યવસ્થામાંની એક ગણાય છે. એક લાખ 10 હજારની વસ્તીવાળા આ શહેરમાં 4 લોકો કામે જતા હોય છે જ્યારે દેશની વસ્તી 6 લાખ જેટલી છે.
નોંધનીય છે કે સરકારે પહેલેથી જ 20 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે મફત ટ્રાન્સપોર્ટની જાહેરાત કરેલી છે. સેકન્ડરી સ્કૂલના બાળકોને ઘરેથી શાળાએ જવા આવવા માટે ફ્રી સર્વિસ શરૂ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને 2 કલાકથી વધુ મુસાફરી માટે 1.78 (160 રૂપિયા) પાઉન્ડ જ ચૂકવવા પડશે. એટલે કે 2590 વર્ગ કિમી ક્ષેત્રફળવાળા દેશમાં ફરવા માટે કોઈ પણ વ્યક્તિએ 160 રૂપિયા જ ચૂકવવા પડશે.
લક્ઝમ્બર્ગમાં 2020થી તમામ પ્રકારની ટિકિટ બંધ કરી દેવાશે. જો કે ફ્રી ટ્રાન્સપોર્ટ માટે નીતિ કેવી રીતે નક્કી થશે તે સરકારે હજુ નક્કી કરી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે