કોરોનાનો પ્રકોપ, હવે બ્રિટન પણ થયું સંપૂર્ણ રીતે લોક ડાઉન

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને કોરોના વાયરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને દેશમાં પબ, બાર, રેસ્ટોરા, જીમ અને અન્ય સાર્વજનિક સ્થળોને શુક્રવાર રાતથી બંધ કરવાના આદેશ આપ્યાં. રાજધાની લંડનના ટેન ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત પોતાના અધિકૃત નિવાસસ્થાન પર ડેઈલી બ્રિફિંગ દરમિયાન જ્હોનસને કહ્યું કે નવા આદેશો કઠોરતાથી લાગુ  કરવામાં આવશે અને દર મહિને સ્થિતિની સમીક્ષા કરાશે. વાયરસના સંક્રમણથી થનારા કોવિડ-19 બીમારીના કારણે બ્રિટનમાં અત્યાર સુધીમાં 177 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

કોરોનાનો પ્રકોપ, હવે બ્રિટન પણ થયું સંપૂર્ણ રીતે લોક ડાઉન

લંડન: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને કોરોના વાયરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને દેશમાં પબ, બાર, રેસ્ટોરા, જીમ અને અન્ય સાર્વજનિક સ્થળોને શુક્રવાર રાતથી બંધ કરવાના આદેશ આપ્યાં. રાજધાની લંડનના ટેન ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત પોતાના અધિકૃત નિવાસસ્થાન પર ડેઈલી બ્રિફિંગ દરમિયાન જ્હોનસને કહ્યું કે નવા આદેશો કઠોરતાથી લાગુ  કરવામાં આવશે અને દર મહિને સ્થિતિની સમીક્ષા કરાશે. વાયરસના સંક્રમણથી થનારા કોવિડ-19 બીમારીના કારણે બ્રિટનમાં અત્યાર સુધીમાં 177 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

વડાપ્રધાન જ્હોનસનની જાહેરાત
પીએમએ કહ્યું કે અમે આજે રાતથી જ કેફે, પબ, બાર, રેસ્ટોરા, વગેરેને સામૂહિક રીતે બંધ કરવા જઈ રહ્યાં છીએ. જેટલું જલદી શક્ય હોય તે બંધ કરો અને કાલથી ખોલો જ નહીં. તેઓ પેકેજિંગ સર્વિસ ચલાવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે આ જ પ્રકારે અમે નાઈટક્લબ, થિયેટર, સિનેમા, જીમ, લીઝર સેન્ટર્સ પણ બંધ કરવાનું કહ્યું છે. સ્વાભાવિક છે કે તેનો હેતુ લોકોને એકજૂથ કરવાનો છે. પરંતુ દુખની વાત એ છે કે આપણે એટલિસ્ટ શારીરિક રીતે એકબીજાથી દૂર રહેવું પડશે. 

— ANI (@ANI) March 20, 2020

નાગરિકોને અપીલ
જ્હોનસને કહ્યું કે આ જાહેરાત બાદ કેટલાક લોકો શહેરની બહાર જવાનું પણ વિચારી શકે છે પરંતુ મારો આગ્રહ છે કે તેઓ આમ ન કરે. તેમણે કહ્યું કે તમને એવું લાગી શકે છે કે તમને કશું થશે નહીં પરંતુ તેની કોઈ ગેરંટી નથી કે તમે સામાન્ય દેખાવવા છતાં કોરોના પીડિત ન હોવ. આથી અમે ઈચ્છીએ છીએ કે તમે ઘરોમાં રહેવાનો દરેક શક્ય પ્રયત્ન કરો. આ જ રીતે અમે તમારી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાની રક્ષા કરી શકીએ છીએ.

જુઓ LIVE TV

વડાપ્રધાનના તાજા આદેશથી કારોબાર પર ઊંડી અસર પડી શકે છે. જો કે કોરોનાના કારણે આર્થિક તંગીનો સામનો કરનારા બ્રિટિશ નાગરિકો માટે નાણા મંત્રી ઋષિ સૂનકે મદદની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર દેશના કામગારોને તેમનું 80 ટકા વેતન આપશે. દેશમાં પહેલેથી જ આંશિક લોકડાઉન  લાગુ હતું. પરંતુ એવું જોવા મળ્યું કે કેટલાક લોકો સૂચનોને ગંભીરતાથી લેતા નથી. જેને લઈને સરકારે સંસ્થાનોને અનિવાર્ય રીતે બંધ કરવાનો આદેશ આપ્યો. બ્રિટનમાં કોરોના વાઈરસથી સંક્રમણના કેસો વધીને 3269 થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news