અમેરિકાની ભારતને દિવાળી ભેટઃ પ્રતિબંધ છતાં ઈરાન પાસેથી ખરીદી શકશે ક્રૂડ ઓઈલ

અમેરિકા 8 દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની મંજુરી આપવા સહમત થઈ ગયું છે, જેમાં ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા, જાપાન અને તુર્કિનો સમાવેશ થાય છે

અમેરિકાની ભારતને દિવાળી ભેટઃ પ્રતિબંધ છતાં ઈરાન પાસેથી ખરીદી શકશે ક્રૂડ ઓઈલ

વોશિંગટનઃ અમેરિકાએ 8 દેશને પ્રતિબંધ હોવા છતાં પણ ઈરાન પાસેથી ક્રૂડ ઓીલ ખરીદવાને મંજૂરી આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ શુક્રવારે આ માહિતી આપી હતી. અમેરિકાએ ઈરાન સાથે થયેલા પરમાણુ સમાધાનમાંથી ખુદને છોટા કરીને ઈરાન પરના આ પ્રતિબંધો ફરીથી લાગુ કર્યા છે. 

આ પ્રતિબંધ 5 નવેમ્બરથી લાગુ થયા છે. પોમ્પિયોએ જણાવ્યું કે, આ દેસો ઈરાન સાથે ચાલી રહેલી તેલ આયાતમાં ભારે કાપ મુકશે. તેના પહેલા દિવસે બ્લૂમબર્ગે અમેરિકાના એક અધિકારીના હવાલાથી જણાવ્યું કે, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના 8 દેશ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાતને પ્રતિબંધ આપવામાં આવી છે. 

આ અગાઉ અમેરિકાની ઈચ્છા હતી કે ભારત સહિત ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા અન્ય દેશો 4 નવેમ્બરથી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું સંપૂર્ણ બંધ કરી દે. આ દિવસ બાદ અમેરિકા તરફથી ઈરાન પર એ પ્રતિબંધો લાગુ થવાના છે. જોકે, હવે અમેરિકાએ પોતાના આ વલણમાં થોડી છૂટ આપવાનું નક્કી કર્યું છે. 

અમેરિકાનું માનવું છે કે, ઈરાનના ક્રૂડ ઓઈલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાથી બજારમાં ભારે ઉથલ-પાથલ સર્જાઈ શકે છે અને તેની પ્રતિકૂળ અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડી શકે છે. 

ભારત ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલનો ચીન પછી બીજો સૌથી મોટો ખરીદનાર દેશ છે. નવી દિલ્હી ખાતેનાં સૂત્રો અનુસાર, ભારત હવે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીને વાર્ષિક દોઢ કરોડ ટન સુધી મર્યાદિત રાખવા માગે છે. આ અગાઉ 2017-18માં ભારતે ઈરાન પાસેથી તેલની ખરીદી 2 કરોડ 26 લાખ ટન એટલે કે 4 લાખ 52 હજાર બેરલ પ્રતિદિનના સ્તરે રહ્યું છે. 

પોમ્પિયોએ જણાવ્યું કે, ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધથી અમેરિકા 8 દેશને અસ્થાયી છૂટ આપશે. આ દેશો આ છૂટ દરમિયાન ઈરાન પાસેથી તેલની આયાતમાં ઉલ્લેખનીય કાપ મુકવાના પગલાંને જોતાં આપવામાં આવી છે. આ દેશોના નામ સોમવારે જાહેર કરાશે. 

પોમ્પિયોએ જણાવ્યું કે, સોમવારે ઈરાન પર પ્રતિબંધ લાગુ થયા બાદ અમેરિકા 8 દેશને ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની મંજુરી આપશે, પરંતુ આ આયાત ઓછામાં ઓછી હોવી જોઈએ. 

અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને કથિત રીતે આતંકવાદને સમર્થન આપવા સામે તેના પર એ પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ અંતર્ગત અમેરિકા એ દેશો અને વિદેશી કંપનીઓને દંડ ફટકારશે જે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાત અને બ્લેક લીસ્ટમાં નાખવામાં આવેલી ઈરાનની કંપનીઓ સાથે વેપાર કરવાનું બંધ નહીં કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news