મહિલાએ રેસ્ટોરન્ટમાં આપ્યો બાળકીને જન્મ, લાઇફ ટાઇમ ફ્રી મળશે ભોજન

રેસ્ટોરન્ટે પોતાના ફેસબુક સ્ટેટસમાં જે બાળકીની તસ્વીર શેર કરી તેનો જન્મ ગત્ત 18 જુલાઇના રોજ રેસ્ટોરન્ટના બાથરૂમમાં થયો હતો

મહિલાએ રેસ્ટોરન્ટમાં આપ્યો બાળકીને જન્મ, લાઇફ ટાઇમ ફ્રી મળશે ભોજન

નવી દિલ્હી : અમેરિકાના ટેક્સાસની એક રેસ્ટોરન્ટમાં બાળકના જન્મ લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની પોપ્યુલર ફુડ ચેન Chick-fil-Aએ ફેસબુક પર વીડિયો શેર કરતા લખ્યું છે કે, અમે માત્ર ફૂડ ડિલીવરી નથી કરતા બેબીની ડિલીવરીમાં પણ મદદ કરીએ છીએ. રેસ્ટોરન્ટે પોતાના ફેસબુક સ્ટેટસમાં જે બાળકની તસ્વીર શેર કર્યો છે તેમનો જન્મ ગત્ત 18 જુલાઇના રોજ રેસ્ટોરન્ટના બાથરૂમમાં થયો હતો. રેસ્ટોરન્ટે લખ્યું કે, આ લાડલીએ ગત્ત રાત્રે અમારા ત્યાં ગ્રાંડ એન્ટ્રી લીધી, માં અને બાળકી બંન્ને સ્વસ્થય છે. કૃપા આ ખુશખુશાલ પરિવારને શુભકામનાઓનો સંદેશ આપો.

આ બાળકીના પિતા રોબર્ટ ગ્રીફિને આ સમગ્ર ઘટનાની વાત ફેસબુક દ્વારા ગણાવી. તેના આ પોસ્ટને 3 લાખથી વધારે લાઇક મળી ચુક્યા છે. બાળકીના પિતા રોબર્ટ ગ્રીફિને જણાવ્યું કે, તે પોતાની ગર્ભવતી પત્ની મેગી સાથે હોસ્પિટલ જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પોતાની મોટી પુત્રીને પોતાના મિત્ર પાસે છોડવા માટે Chick-fil-A રેસ્ટોરન્ટમાં રોકાયા હતા. એટલામાં જ તેમની પત્નીને બાથરૂમ જવું પડ્યું. જ્યારે રોબર્ટ પોતાની પુત્રીઓને મુકીને રેસ્ટોરન્ટ પરત આવ્યો. તો મેનેજરે કહ્યું કે, તેઓ રેસ્ટરૂમમાં છે અને દર્દના કારણે બુમો પાડી રહ્યા છે. રોબર્ટે ત્યાર બાદ તુરંત જ મેનેજરને 911 પર કોલ કરવા અને સ્વચ્છ ટુવાલ લાવવા માટે જણાવ્યું. ત્યાર બાદ રેસ્ટોરન્ટના સ્ટાફે રોબર્ટના બેબીની ડિલીવરીમાં મદદ કરી. મેગી અને બેબી બાળકી બંન્ને સ્વસ્થ હતા. 

સ્થાનીક મીડિયા અનુસાર Chick-fil-A ફ્રેંચાઇઝીની તરફથી નવઝાત બાળકીને લાઇફ ટાઇમ ફ્રી ફૂટની ઓફર આપવામાં આવી છે. એટલું જ નહી તેમ પણ કહેવામાં આવ્યું કે, જ્યારે બાળકી મોટી થઇ જશે તો અહીં તે નોકરી પણ કરી શકે છે. જો તે ઇચ્છતી હોય તો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news