આ બાદલ મુજે માર! દુબઈમાં કૃત્રિમ વરસાદ બન્યું જળપ્રલયનું કારણ? એક વર્ષનો વરસાદ 24 કલાકમાં

પ્રશ્ન એ થાય છે કે આખરે રેતાળ જમીન પર અચાનક આટલો વરસાદ વરસ્યો કેવી રીતે? આવો જળપ્રલય આવવાનું શું કારણ? દરેકના મનમાં આ મૂંઝવણ જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વિજ્ઞાનના ઉપયોગથી ભૂલ થઈ છે જેનું પરિણામ આખું શહેર ભોગવી રહ્યું છે. 

આ બાદલ મુજે માર! દુબઈમાં કૃત્રિમ વરસાદ બન્યું જળપ્રલયનું કારણ? એક વર્ષનો વરસાદ 24 કલાકમાં

રેગિસ્તાન તરીકે પ્રખ્યાત દુબઈમાં હાલ પુરનો હાહાકાર છે. જાણીતા શોપિંગ મોલ્સમાં પાણી ભરાયા છે. પાર્કિંગ્સમાં ગાડીઓ તરી રહી છે અને રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે. સ્થિતિ એવી બની કે એરપોર્ટ પણ પૂરમાં ડૂબાડૂબ થઈ ગયા છે અને હવાઈ પટ્ટીઓ પણ જોવા મળતી નથી. શહેરની ડ્રાઈવરલેસ મેટ્રો સિસ્ટમ પણ જાણે અટકી ગઈ છે. પ્રશ્ન એ થાય છે કે આખરે રેતાળ જમીન પર અચાનક આટલો વરસાદ વરસ્યો કેવી રીતે? આવો જળપ્રલય આવવાનું શું કારણ? દરેકના મનમાં આ મૂંઝવણ જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વિજ્ઞાનના ઉપયોગથી ભૂલ થઈ છે જેનું પરિણામ આખું શહેર ભોગવી રહ્યું છે. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સોમવાર અને મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે વિમાન ઉડાડવામાં આવ્યા હતા. ક્લાઉડ સિડિંગ એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્લાન ત્યારે ફેલ થઈ ગયો જ્યારે કૃત્રિમ વરસાદની કોશિશમાં વાદળ જ ફાટી ગયું. એવું કહેવાય છે કે આટલો વરસાદ માત્ર ગણતરીના કેટલાક કલાકોમાં થઈ ગયો, જે દોઢ વર્ષમાં પડતો હતો. તેની અસર એ પડી કે સમગ્ર શહેર જળમગ્ન થઈ ગયું અને એવો જળપ્રલય આવ્યો જે દુબઈ વિશે કોઈએ ક્યારેય વિચાર્યો પણ નહીં હોય. દુબઈ ઉપરાંત એક અન્ય શહેર ફુજીરાહમાં પણ આ જ સ્થિતિ છે. અહીં 5.7 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. 

આ વરસાદના પગલે રાસ અલ-ખૈમામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. તે પોતાની કારથી પસાર થઈ રહ્યો હતો પરંતુ પૂરના પાણીમાં તેની ગાડી વહી ગઈ. દુનિયાના સૌથી મોટા શોપિંગ સેન્ટર્સમાંથી એક મોલ ઓફ અમીરાતની દુકાનોના એવા હાલ થયા છે કે છતો પરથી પાણી ટપકવા લાગ્યું. એટલું જ નહીં કેટલીક દુકાનોની તો છતો જ પડી ગઈ. દુબઈના હવામાનની જાણકારી રાખનારાનું કહેવું છે કે છેલ્લા 75 વર્ષોના ઇતિહાસમાં ક્યારેય આટલો વરસાદ પડ્યો નથી. આ વરસાદના કારણે શારજાહ સિટી સેન્ટર અને દિએરા સિટી સેન્ટરને પણ નુકસાન પહોંચ્યું છે. 

— Tony - Pod Guy - Groves (@Trickstersworld) April 16, 2024

દુબઈના એરપોર્ટ પર વિમાનોની અવરજવર રોકવામાં આવી છે. એટલું જ નહીં પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ પણ પાણીમાં એવી ડૂબી છે કે તેમને કાઢવી શક્ય બનતી નથી. તમામ ઘરો અને કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા છે. હાલ દુબઈ ઓથોરિટીઝે ટેન્કર મોકલ્યા છે અને પંપ દ્વારા પાણી કાઢવામાં આવી રહ્યું છે. દુબઈમાં માત્ર 24 કલાકની અંદર 142 મિલીમીટર વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે એક વર્ષમાં 94.7 મિલિયન વરસાદ પડે છે. આ રીતે ગણતરીના કલાકોમાં લગભગ દોઢ વર્ષ જેટલો વરસાદ પડ્યો છે. 

યુએઈમાં સામાન્ય રીતે વરસાદ ખુબ ઓછો પડે છે. આખું વર્ષ લગભગ સૂકું જ હોય, ગણતરીના મહિનામાં થોડો ગણો વરસાદ પડે. વરસાદ ઓછો પડે જેના પગલે પાણીના નિકાલની વ્યવસ્થા પણ બહુ કરવામાં આવી નથી. એટલું જ નહીં યુએઈ ઉપરાંત સાઉદી અરબ, બહેરીન, કતાર જેવા દેશોમાં પણ ઓછો વરસાદ પડે છે. આરબની ખાડીવાળા મોટાભાગના દેશોની આ સ્થિતિ છે. 

એક વર્ષનો વરસાદ ફક્ત 24 કલાકમાં
 યુએઈમાં વરસાદની શરૂઆત 15 એપ્રિલની રાતથી થઈ અને ત્યારબાદ અહીં 160 મિલીમીટર વરસાદ નોંધાયો. એટલે કે એક જ વર્ષનો વરસાદ ફક્ત 24 કલાકમાં પડ્યો. સૌથી વધુ અસર અબુધાબી, દુબઈ અને Al Ain જેવા શહેરમાં જોવા મળી. યુએઈમાં આખુ વર્ષ ભીષણ ગરમી પડે છે. તાપમાન ક્યારેક 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. પાણીની કમી રહેવાના કારણે અહીની સરકાર દર વર્ષે ક્લાઉડ સિડીંગ કરાવે છે. એટલે કે કૃત્રિમ વરસાદ વરસાવે છે. પરંતુ આ વખતે તે આફત બની ગયો. એવું કહેવાઈ રહ્યું છે કે તેના કારણે આ મુસીબત આવી પડી. દુબઈ પ્રશાસને સોમવાર અને મંગળવારે ક્લાઉડ સિડિંગ માટે વિમાનો ઉડાડ્યા અને બે દિવસમાં આ વિમાનોએ કુલ સાત વખત ઉડાણ ભરી હતી. યુએઈમાં Rain Enhancement Program ચાલે છે. જેને લઈને વૈજ્ઞાનિક દર વખતે યુએઈના વાયુમંડળની ફિઝિકલ અને કેમિકલ તપાસ કરે છે. જેમાં ખાસ કરીને Aerosol અને પ્રદૂષણકારી તત્વોની તપાસ થાય છે. ત્યારબાદ ક્લાઉડ એટલે કે વાદળ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. 

દર વર્ષે ક્લાઉડ સીડિંગ
ત્યારબાદ એ નક્કી થાય છે કે કેટલીવાર ક્લાઉડ સીડિંગ કરાવવું  અને તેના માટે કેટલીવાર ક્લાઉડ સીડિંગનું વિમાન ઉડાણ ભરશે.  અંતે વિમાન વાદળોની ઊંચાઈ પર પહોંચીને કેમિકલ છોડે છે. જેથી કરીને વરસાદ પડે. સંયુક્ત આરબ અમીરાત દર વર્ષે ક્લાઉડ સીડિંગ માટે આ પ્રક્રિયાને અપનાવે છે. પરંતુ આ વખતે વૈજ્ઞાનિકો આ પ્રક્રિયામાં અંદેશો જતાવી રહ્યા છે. સવાલ કેમિકલ ઉપર પણ ઉઠે છે જે ક્લાઉડ સીડિંગમાં કામ આવે છે. આ ટેક્નોલોજીનો મુખ્ય હેતુ પાણીની માંગણી પૂરી કરવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news