117 વર્ષની ઉંમરમાં દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિનું મોત

દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિનું દક્ષિણી જાપાનમાં નિધન થઇ ગયું છે. તેની ઉંમર 117 વર્ષની હતી. કિક્કાઇના એક અધિકારીએ જણાવ્યું કે નબી તાજીમાનું શનિવારે રાત્રે લગભગ આઠ વાગ્યા પહેલાં એક હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. તે જાન્યુઆરીમાં ત્યાં ભરતી હતી. નબીનો જન્મ ચાર ઓગસ્ટ 1900માં થયો હતો. 

117 વર્ષની ઉંમરમાં દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિનું મોત

ટોક્યો: દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિનું દક્ષિણી જાપાનમાં નિધન થઇ ગયું છે. તેની ઉંમર 117 વર્ષની હતી. કિક્કાઇના એક અધિકારીએ જણાવ્યું કે નબી તાજીમાનું શનિવારે રાત્રે લગભગ આઠ વાગ્યા પહેલાં એક હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. તે જાન્યુઆરીમાં ત્યાં ભરતી હતી. નબીનો જન્મ ચાર ઓગસ્ટ 1900માં થયો હતો. તેમના કથિત રીતે (ગ્રેટ ગ્રેટ ગ્રેટ ગ્રાંડ ચિલ્ડ્રન સહિત) 160થી વધુ વંશજ હતા. તેમનું શહેર કિકાઇ જાપાનના ચાર મુખ્ય દ્રિપોના દક્ષિણી ભાગ ક્યૂશૂ પર કાગોશિમા પ્રાંતમાં સ્થિત છે. લગભગ સાત મહિના પહેલાં વાયલેટ બ્રાઉનના જમૈકાના નિધન બાદ તેમને દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિનું બિરૂદ મળ્યું હતું. વાયલેટનું નિધન પણ 117 વર્ષની ઉંમરે જ થયું હતું.

ઇસાઇ મિશનરીઓના ઇશારે કામ કરે છે સોનિયા અને રાહુલ: BJP સાંસદ

જાપાનની આ મહિલાની ઉંમર છે 116 વર્ષ
અમેરિકા સ્થિત 'ગેરોનોલોજી રિસર્ચ ગ્રુપ'નું કહેવું છે કે હવે જાપાનની આ જ એક અન્ય મહિલા શિયો યોશિદા વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. તેની ઉંમર 116 વર્ષ છે. થોડા દિવસો બાદ યોશિદાનો બર્થ ડે છે, ત્યારબાદ તે પણ 117 વર્ષની થઇ જશે. 

ગિનિસ બુક આપવાનું હતું સર્ટિફિકેટ
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જાપાનના ઉત્તરી પ્રાંત હોક્કાઇડોના નિવાસી 112 વર્ષના મસાજો નોનકાને વર્લ્ડની સૌથી વૃદ્ધ વ્યક્તિ જીવિત પુરૂષ વ્યક્તિની માન્યતા આપવામાં આવી હતી. તેનો જન્મ 1905માં થયો હતો. એટલે કે તે તાજીમાથી લગભગ 5 વર્ષ નાનો હતો. ગિનીસ બુક દ્વારા તેને સર્ટિફિકેટ આપવામાં આવી હતી.

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: મકાન સહાયમાં કર્યો ૭૦ ટકાનો વધારો 

નબી તાજીમા વિશે જાણકારી સામે આવ્યા બાદ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમને દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિના રૂપમાં સર્ટિફિકેટ આપવાની તૈયારી કરી રહ્યું હતું. હવે તાજીમાના નિધન બાદ શું યોશિદને દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિના રૂપમાં સ્વિકારતાં સર્ટિફિકેટ આપવામાં આવશે કે નહી, તેને લઇને ગિનિસ બુક દ્વારા હાલ કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news