YearEnder: દુનિયામાં ભારતીય પાસપોર્ટ બન્યો વધુ શક્તિશાળી, જાણો શું ફાયદો થાય

વર્ષ 2018માં ભારતે વિશ્વમાં પોતાની ધાક જમાવી છે. વિદેશ ફરવા જતા ભારતીયો માટે સારા સમાચાર આવ્યાં છે. વાત જાણે એમ છે કે અમેરિકન ફર્મ હેનલી (Henley)એ હાલમાં જ પાસપોર્ટ ઈન્ડેક્સ 2018 બહાર પાડી છે. જેમાં ભારતે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી અને પોતાના પાસપોર્ટને વધુ શક્તિશાળી બનાવ્યો છે. જો કે આ ઈન્ડેક્સમાં જાપાનનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાહેર કરાયો છે. 

YearEnder: દુનિયામાં ભારતીય પાસપોર્ટ બન્યો વધુ શક્તિશાળી, જાણો શું ફાયદો થાય

નવી દિલ્હી: વર્ષ 2018માં ભારતે વિશ્વમાં પોતાની ધાક જમાવી છે. વિદેશ ફરવા જતા ભારતીયો માટે સારા સમાચાર આવ્યાં છે. વાત જાણે એમ છે કે અમેરિકન ફર્મ હેનલી (Henley)એ હાલમાં જ પાસપોર્ટ ઈન્ડેક્સ 2018 બહાર પાડી છે. જેમાં ભારતે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી અને પોતાના પાસપોર્ટને વધુ શક્તિશાળી બનાવ્યો છે. જો કે આ ઈન્ડેક્સમાં જાપાનનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાહેર કરાયો છે. 

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2018 મુજબ ભારતનો પાસપોર્ટ 81માં નંબરે છે. આ જ ફર્મના પાસપોર્ટ ઈન્ડેક્સ 2017માં ભારતનો પાસપોર્ટ રેન્ક 86 નંબરે હતો. આમ ભારતના પાસપોર્ટે એક વર્ષમાં 5 ક્રમની છલાંગ લગાવી છે. આ સાથે જ વર્ષ 2017માં આ ઈન્ડેક્સ મુજબ ભારતીય પાસપોર્ટ દ્વાર 49 દેશોમાં એક્સેસ કરી શકાતું હતું. આ મામલે પણ ભારતે ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ ઈન્ડેક્સ મુજબ હવે ભારતીય પાસપોર્ટને 60 દેશોમાં એક્સેસ મળી ગયું છે. 

હેનલીની ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગમાં જાપાનના પાસપોર્ટને દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણવામાં આવ્યો છે. જાપાને આ મામલે સિંગાપુરને પછાડ્યું છે. મ્યાંમાર માટે વીઝા ફ્રી એન્ટ્રી મળતાની સાથે જ જાપાન પહેલા નંબરે પહોંચી ગયું છે. હવે જાપાનના પાસપોર્ટથી 190 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી કરી શકાશે. 2017માં સિંગાપુર આ લિસ્ટમાં ટોપ પર હતું. 

2018ના આ ઈન્ડેક્સમાં જર્મની બીજા નંબરેથી સરકીને ત્રીજા નંબરે પહોંચી ગયું છે. દક્ષિણ કોરિયા અને ફ્રાન્સ પણ સયુંક્ત રીતે ત્રીજા નંબરે છે. ત્રીજા સ્થાને આવેલા દેશોના પાસપોર્ટથી 188 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી કરી શકાય છે. ચોથા સ્થાને ડેનમાર્ક, ફિનલેન્ડ, ઈટાલી, સ્વીડન અને સ્પેન છે. આ દેશોના પાસપોર્ટ પર 187 દેશોનો પ્રવાસ થઈ શકે છે. બ્રિટન અને અમેરિકાના પાસપોર્ટ પર 186 દેશોની વીઝા ફ્રી મુસાફરી કરી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news