હમાસના કત્લેઆમનો ભયાનક વિડીયો: હિંમત હોય તો જ ક્લિક કરજો, બસ લાશો જ લાશો

હમાસના હુમલા બાદ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી ઘણા લોકોના મોત થયા છે. આ હુમલાની શરૂઆત હમાસે કરી હતી. હવે તેનો એક ખતરનાક વીડિયો સામે આવ્યો છે. 

હમાસના કત્લેઆમનો ભયાનક વિડીયો: હિંમત હોય તો જ ક્લિક કરજો, બસ લાશો જ લાશો

Hamas Massacre Video : ઈઝરાયેલ-હમાસ યુદ્ધ ચાલુ છે અને આ દરમિયાન ઈઝરાયેલે 7 ઓક્ટોબરે હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે હમાસના આતંકવાદીઓએ મ્યુઝિક કોન્સર્ટમાં નરસંહાર કર્યો હતો. આ વિડિયો હુમલા બાદ બચાવ કામગીરી દરમિયાન શૂટ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જ્યારે લોકો ત્યાં પહોંચ્યા તો વાળ ઉભા કરી નાખે તેવું દ્રશ્ય હતું. થોડા સમય પહેલાં સુધી નાચતા-ગાતા યુવાનોના મૃતદેહો આસપાસ પડેલા હતા. આ ભયાનક વીડિયો જોઈને કોઈ પણ કહી શકે છે કે હમાસે ઈઝરાયેલ પર કેટલો મોટો હુમલો કર્યો હતો.

હમાસે મ્યુઝિક કોન્સર્ટમાં 260 લોકોની હત્યા કરી હતી
આ વીડિયો 7 ઓક્ટોબરનો છે જ્યારે દક્ષિણ ઇઝરાયેલ વિસ્તારમાં એક મ્યુઝિક કોન્સર્ટ ચાલી રહ્યો હતો. તે જ સમયે હમાસના આતંકવાદીઓએ હુમલો કરીને સામૂહિક નરસંહાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલા બાદ બચાવ અભિયાન દરમિયાન આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં યુવાનોના મૃતદેહો વિખરાયેલા છે. ઇઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુપરનોવા ટ્રાન્સ મ્યુઝિક પ્રોગ્રામ દરમિયાન 260 લોકોની હત્યા કરવામાં આવી હતી અને ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

Israel should have released this video earlier.
https://t.co/A9fDuyPNO1

— Facts (@BefittingFacts) November 4, 2023

અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થયા છે
7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલામાં 1400 ઈઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા. ઈઝરાયેલના વળતા હુમલાથી અત્યાર સુધીમાં 9,000થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કર્યો અને આ પછી જમીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ હમાસના સમર્થનમાં સામે આવ્યું છે અને સતત હુમલા કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news