Aadhaar સાથે PAN લિંક કરવાનું બાકી છે, તો ચિંતા ન કરો, આ રીતથી કરી શકો છો લિંક

આધાર કાર્ડ અને પાન કાર્ડ આજના સમયમાં ખૂબ મહત્વના દસ્તાવેજો બની ગયા છે. અમુક સેવાઓ માટે આધાર સાથે પાનકાર્ડનું લિંક હોવું ખુજ જરૂરી છે. મહત્વનું છે કે, CBDIએ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 નક્કી કરી હતી. પરંતુ તેને વધારીને 30 જૂન કરવામાં આવી હતી.

Aadhaar સાથે PAN લિંક કરવાનું બાકી છે, તો ચિંતા ન કરો, આ રીતથી કરી શકો છો લિંક

નવી દિલ્લીઃ આધાર કાર્ડ અને પાન કાર્ડ આજના સમયમાં ખૂબ મહત્વના દસ્તાવેજો બની ગયા છે. અમુક સેવાઓ માટે આધાર સાથે પાનકાર્ડનું લિંક હોવું ખુજ જરૂરી છે. મહત્વનું છે કે, CBDIએ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 નક્કી કરી હતી. પરંતુ તેને વધારીને 30 જૂન કરવામાં આવી હતી. જે બાદ ફરી એકવાર વધારીને 30 ડિસેમ્બર સુધીની કરી દેવામાં આવી છે. પાનને આધાર સાથે લિંક કરવાની તારીખને અનેકવાર વધારવામાં આવી છે. જો તમારે પણ પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જાણકારી મેળવવી છે તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મળી રહેશે.

કેવી રીતે ચેક કરશો કે લિંક છે કે નહીંઃ
સ્ટેપ 1: incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જઈને aadhaarstatus પર ક્લિક કરો.

સ્ટેપ 2: પાનકાર્ડ અને આધાર કાર્ડને નંબર લખો.

સ્ટેપ 3: લિંક આધાર સ્થિતિ પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4: આધાર-પાનકાર્ડ લિંકનું સ્ટેટસ બીજી સ્ક્રીન પર જોવા મળશે.

જે બાદ SMSથી તમને આધાર કાર્ડ અને પાનકાર્ડના સ્ટેટસની જાણકારી મળશે.
યૂઝર્સ આ માટે UIDPAN < 12 digit Aadhaar number> < 10 digit Permament Account Number> લખીને 567678  અથવા 56161 પર એક મેસેજ મોકલી શકે છે. જો લિંકિગ થઈ ચૂક્યું હશે તો તમને Aadhaar...is already associated with PAN બતાવશે. 

મહત્વનું છેકે, SBIએ PAN-AADHAARને લિંક કરવાનું ફરજિયાત કરી દીધું છે. SBIએ કહ્યુ છે કે, જો પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવ્યું હોય તો તમારાનું પાનકાર્ડ નષ્ક્રિય કરી દેવામાં આવશે અને તમે કોઈ પણ પ્રકારનું ટ્રાન્જેક્શન નહીં કરી શકો. તમે ઓનલાઈન પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકો છો. તેના માટે તમારે ઈન્કમટેક્સની વેબસાઈટ www.incometax.gov.in પર જવાનું અને ત્યાં Link Aadhaarના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. SBIમાં 50 હજારથી વધુ રકમનું ટ્રાન્જેક્શન કરવાનું હશે તો પાનકાર્ડ જરૂરી છે. ત્યારે જો આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં હોય તો તમારે પૈસા ભરવા પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news