ખાવાના શોખીનો માટે માઠા સમાચાર: તમે ઉત્તરાયણ પછી SWIGGY-ZOMATO માંથી નહી કરી શકો ઓર્ડર

એક મહિના પહેલાં અમદાવાદની હોટલ્સમાં Makemytrip.com અને goibibo.com બુકિંગનો વિરોધ થયો હતો અને થોડા દિવસો બાદ ઝોમેટો અને સ્વિગ્ગીનો પણ વિરોધ થશે. બંનેમાં મુદ્દો એક જ છે કે ઓનલાઇન પોર્ટલ હોટલ અને રેસ્ટોરન્ટ પાસેથી વધુ ડિસ્કાઉન્ટ વસૂલે છે. 

ખાવાના શોખીનો માટે માઠા સમાચાર: તમે ઉત્તરાયણ પછી SWIGGY-ZOMATO માંથી નહી કરી શકો ઓર્ડર

કેતન જોશી, અમદાવાદ: એક મહિના પહેલાં અમદાવાદની હોટલ્સમાં Makemytrip.com અને goibibo.com બુકિંગનો વિરોધ થયો હતો અને થોડા દિવસો બાદ ઝોમેટો અને સ્વિગ્ગીનો પણ વિરોધ થશે. બંનેમાં મુદ્દો એક જ છે કે ઓનલાઇન પોર્ટલ હોટલ અને રેસ્ટોરન્ટ પાસેથી વધુ ડિસ્કાઉન્ટ વસૂલે છે. 

ફેડરેશન ઓફ હોટલ & રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના અનુસાર અત્યારે ઝોમેટો અને સ્વિગ્ગી જે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરીને ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે છે તે રેસ્ટોરન્ટ પાસેથી 24% સુધી ભારે ડિસ્કાઉન્ટ વસૂલે છે અને ગ્રાહકોને ડિલીવરી અને સર્વિસ ચાર્જ વસૂલે છે. ફેડરેશનનું કહેવું છે કે જો ડિલિવરી ચાર્જ અને સર્વિસ ચાર્જ વસૂલ કરે છે તો પછી આટલું મોટું ભારે ભરખમ ડિસ્કાઉન્ટ રેસ્ટોરન્ટ પાસે ન લેવું જોઇએ. 

હાલ ફેડરેશન આ બંને ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર પોર્ટલને એક અઠવાડિયાનો સમય આપશે અને જો ડિસ્કાઉન્ટ ઓછું નહી કરો તો પછી 14 જાન્યુઆરીથી રેસ્ટોરન્ટ ઓનલાઇન ડિલીવરી આ બંને પોર્ટલો માટે બંધ કરી દેશે. અમદાવાદની 400 રેસ્ટોરન્ટે તો વિરોધનો પત્ર પણ ફેડરેશનને આપ્યો છે. અમે તમને જણાવી દઇએ કે અમદાવાદમાં ટેક અવે એટલે કે પાર્સલમાં ઘરે લઇ જવાનું મોટાભાગનું માર્કેટ ઓનલાઇન ફૂડ કંપનીઓ પાસે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news