સતત 5 દિવસ બંધ રહેશે બેંક અને સરકારી ઓફિસ, જલદી પુરા કરી દો તમારા કામ

માર્ચના અંતિમ અઠવાડિયાથી અપ્રિલની શરૂઆતના બે દિવસ સુધી બેંક 5 દિવસ માટે બંધ રહેશે. સતત ઘણા તહેવારો આવતા હોવાથી બેંકોમાં પણ રજા રહેશે. 4 દિવસનું લાંબું વિકએન્ડ અને 1 દિવસ બેંકોના વાર્ષિક લેખાબંધી હોવાના લીધે બેંકોમાં રજા રહેશે. 29 માર્ચથી માંડીને 2 એપ્રિલ સુધી બેંકોમાં કોઇ કામકાજ થશે નહી. જો તમારે પણ ચેક જમા કરાવવાનો છે, ડ્રાફ્ટ બનાવવાનો છે, પૈસા કાઢવાના છે અથવા જમા કરાવવાના છે તો આ વાતનું ધ્યાન રાખવું પડશે. આ તારીખોમાં તમે બેંક સંબંધિત કોઇ કામ પુરૂ કરી શકશો નહી. એવામાં ફક્ત ઓનલાઇન બેકિંગનો જ ઉપયોગ કરી શકશો. 

સતત 5 દિવસ બંધ રહેશે બેંક અને સરકારી ઓફિસ, જલદી પુરા કરી દો તમારા કામ

નવી દિલ્હી: માર્ચના અંતિમ અઠવાડિયાથી અપ્રિલની શરૂઆતના બે દિવસ સુધી બેંક 5 દિવસ માટે બંધ રહેશે. સતત ઘણા તહેવારો આવતા હોવાથી બેંકોમાં પણ રજા રહેશે. 4 દિવસનું લાંબું વિકએન્ડ અને 1 દિવસ બેંકોના વાર્ષિક લેખાબંધી હોવાના લીધે બેંકોમાં રજા રહેશે. 29 માર્ચથી માંડીને 2 એપ્રિલ સુધી બેંકોમાં કોઇ કામકાજ થશે નહી. જો તમારે પણ ચેક જમા કરાવવાનો છે, ડ્રાફ્ટ બનાવવાનો છે, પૈસા કાઢવાના છે અથવા જમા કરાવવાના છે તો આ વાતનું ધ્યાન રાખવું પડશે. આ તારીખોમાં તમે બેંક સંબંધિત કોઇ કામ પુરૂ કરી શકશો નહી. એવામાં ફક્ત ઓનલાઇન બેકિંગનો જ ઉપયોગ કરી શકશો. 

5 દિવસ સુધી બેંક રહેશે બંધ
જોકે, 29 માર્ચના રોજ મહાવીર જયંતિની રજા છે, જેના લીધે બેંકો અને ઓફિસો બંધ રહેશે. તો બીજી તરફ 30 માર્ચના રોજ ગુડ ફ્રાઇડેના લીધે સ્ટેટ હોલિડે રહેશે. બેંક અને સરકારી ઓફિસ પણ બંધ રહેશે. 31 માર્ચના રોજ બ એંક માટે ક્લોજિંગ ડેટ હોય છે, જેના લીધે બેંક ગ્રાહકો સાથે લેણ-દેન કરતી નથી. 31 માર્ચના રોજ શનિવાર પણ છે, જોકે આ પાંચમો શનિવાર છે તો બેંક બંધ રહેશે નહી. પરંતુ આ દિવસે બેંકોમાં ગ્રાહકો માટે લેણ-દેણનું કામ થશે નહી. બેંક ફક્ત બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. ત્યારબાદ 1 એપ્રિલે રવિવારની રજા છે. 

2 એપ્રિલના રોજ પણ બંધ રહી શકે છે બેંક
ઓલ ઇન્ડીયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશનના મહાસચિવ ડી થોમસ ફ્રાંકો રાજેંદ્ર દેવના અનુસાર, 2 એપ્રિલના રોજ બેંક વાર્ષિક લેખાબંધી માટે બંધ રહેશે. જોકે 2 એપ્રિલે સોમવારે છે પરંતુ એક એપ્રિલે રવિવાર છે. એટલા માટે નાણાકીય વર્ષ પુરૂ થવાના કારણે 2 એપ્રિલના રોજ બેંકોમાં વાર્ષિક લેખાબંધી રહેશે. 

વીકએન્ડ પહેલાં પુરા કરી લો કામ
આમ તો તમે મહિના અંતમાં બેકિંગ સંબંધિત કામ પુરા કરવા માંગો છો તો તમારે ભીડનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે સારું રહેશે કે તમે બેંક સંબંધિત જરૂરી કામ વીકએન્ડ આવતાં પહેલાં જ પુરા કરી લો. બેકિંગ, વીમા, ઇન્કમ ટેક્સ જેવા જરૂરી કામોને 28 માર્ચ સુધી પુરા કરી દો. નહીતર તમારે 2 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. તમને જણાવી દઇએ કે આ 5 દિવસોમાં ના તો ડ્રાફ્ટ બનશે અને ના તો ચેક ક્લિયર થશે અને ના તો કોઇ સરકારી કામ થઇ શકશે. 

એટીએમ પણ થઇ શકે છે ખાલી
સતત ચાર દિવસ બેંક બંધ હોવાના લીધે એટીએમમાં પણ કેશની સમસ્યા થઇ શકે છે. કારણ કે બેંક દરરોજના આધારે એટીએમની ફિલિંગ કરે છે. એવામાં બેંક બંધ હોવાના લીધે એટીએમ ફિલિંગ પર અસર પડી શકે છે. જોકે બેંક અધિકારીઓનું કહેવું છે કે રજાને ધ્યાનમાં રાખતાં બેંક પહેલાંથી જ પ્લાન કરે છે. એટલા માટે કેશની સમસ્યા ન થવી જોઇએ. તો બીજી તરફ આવું પહેલાં પણ જોવા મળ્યું છે કે બેંકની લાંબી રજાઓને લીધે એટીએમ ખાલી રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news