પ્રદૂષણ ઓછુ કરવા માટે સુપ્રીમ કોર્ટે આપી ડીઝલ મોંઘુ કરવાની સલાહ

દેશમાં પ્રદૂષણના વધતા સ્તરને કંટ્રોલ કરવા માટે સુપ્રીમ કોર્ટે સોમવારે સરકારને ડીઝલના ભાવ વધારવા પર વિચાર કરવાનું કહ્યું છે. વધતા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે પહેલા પણ સરકારને ઘણીવાર આદેશ આપ્યો છે. 

 

  • 1 એપ્રિલ 2018થી દિલ્હીના પેટ્રોલ પંપો પર મળશે બીએસ- VI ઇંધણ
  • સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ ઓછુ કરવા માટે ડીઝલનો ભાવ વધારવા આપી સલાહ
  • 1 એપ્રિલથી 2017થી SCએ બીએસ-3 વાહનોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો

Trending Photos

પ્રદૂષણ ઓછુ કરવા માટે સુપ્રીમ કોર્ટે આપી ડીઝલ મોંઘુ કરવાની સલાહ

નવી દિલ્હીઃ દેશમાં પ્રદૂષણના વધતા સ્તરને કંટ્રોલ કરવા માટે સુપ્રીમ કોર્ટે સોમવારે સરકારને ડીઝલના ભાવ વધારવા પર વિચાર કરવાનું કહ્યું છે. વધતા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ સરકારને આદેશ આપી ચૂક્યું છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પર્યાવરણ સંરક્ષણ અને હવાની ગુણવત્તાને સુધારવા માટે દિલ્હીમાં 1 એપ્રિલ 2018થી BS-VI પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ કરાવવા માટે આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટેના ડીઝલના ભાવ વધારવાની સલાહ આપ્યા બાદ સરકાર ભાવ વધારવા માટે વિચાર કરી શકો છો. 

પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે સલાહ
દિલ્હી એનસીઆરની સાથે દેશના ઘણા સ્તરોમાં હવાનું સ્તર ખરાબ થઈ રહ્યું છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને આ સલાહ આપી છે. તે સિવાય શીર્ષ અદાલતે સોમવારે 13 મેટ્રો સિટીમાં એપ્રિલ 2019 સુધી BS-VI ઈંધણ રોલઆઉટ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, તે માટે કેન્દ્ર સરકાર ઓયલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી આ પ્રસ્તાવ પર ચર્ચા કરી શકે છે. 

— ANI (@ANI) March 26, 2018

સરકાર તરફથી જો ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવે અને બીએસ- VI માનકવાળું પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવે છે તો પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થઈ શકે છે. આ નિર્ણય અનુસાર પેટ્રોલ પંપો પર 1 એપ્રિલ 2018થી બીએસ- VI માનકવાળુ પેટ્રોલ-ડીઝલ મળશે. 

આ પહેલા સરકારે નિર્ણય કર્યો હતો કે બીએસ-VI ઇંધણને વર્ષ 2020 સુધી લાવવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું કે દિલ્હીમાં ગત વર્ષે વધતા પ્રદૂષણ અને સ્મોગની સમસ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બીએસ 6 ઇંધણથી દિલ્હીના માર્ગો પર ચાલતા વાહોના ઉત્સર્જનમાં ઉણપ આવશે. તમને જણાવી દઈએ કે 1 એપ્રિલ 2017થી સુપ્રીમ કોર્ટે વાહન ઉત્પાદક કંપનીઓા બીએસ-3 વાહનોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news