પેટ્રોલ-ડીઝલ પર નહીં લાગે 'VAT', સરકારનો મોટો નિર્ણય

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતનો ભાર ઘટાડવા કેરળ સરકારે મોટો નિર્ણય લીધો છે

પેટ્રોલ-ડીઝલ પર નહીં લાગે 'VAT', સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતનો ભાર ઘટાડવા માટે કેરળ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ-ડીઝલ પર લાગતા સ્ટેટ ટેક્સને હટાવી દીધો છે. રાજ્યની કેબિનેટ બેઠક પર આ નિર્ણય લેવામાં આ્વ્યો છે. જોકે એ વાતની સ્પષ્ટતા નથી કરવામાં આવી કે પેટ્રોલ-ડીઝલ પર કેટલો ટેક્સ ઘટાડવામાં આવશે. કેરળમાં હાલમાં પેટ્રોલની કિંમત 82.61 રૂ. પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 75.19 રૂ. પ્રતિ લીટર છે. કેરળના મલયાલા મનોરમાએ આપેલી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે કેબિનેટ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પરથી ટેક્સ હટાવવા માટે સહમતિ સધાઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલના નવા દર ગુરુવારથી લાગુ કરી દેવામાં આવશે. 

કેરળમાં હાલમાં પેટ્રોલ પર 32.02 ટકા ટેક્સ વસુલ કરવામાં આવે છે. આ સિવાય ડીઝલ પર 25.58 ટકા ટેક્સ લાગે છે. આ સિવાય પેટ્રોલ-ડીઝલ પર 1 ટકા સેસ પણ લગાવવામાં આવે છે. નાણાંકીય વર્ષ 2017-18માં સરકારને પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી 7795 કરોડ રૂ.ની મહેસુલી આવક થઈ છે. લગભગ દરેક રાજ્યની જેમ જ કેરળમાં પણ પેટ્રોલની કિંમત પર વેટ લાગે છે. 

કેરળમાં જો સ્ટેટ ટેક્સ હટાવી લેવામાં આવે તો પેટ્રોલ લગભગ 20 રૂ. સસ્તું થઈ શકે છે. જો ગણતરી પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે ગ્રાહકે વેટ પેટે લગભગ 20 રૂ. ચૂકવવા પડે છે. જો રાજ્ય વેટ જ હટાવી દે તો પેટ્રોલની કિંમત 62 રૂ.ની આસપાસ આવી જશે. જોકે કેરળ સરકારે વેટમાં કેટલો ઘટાડો કરવામાં આવશે એ વાતની સ્પષ્ટતા નથી કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news