બજેટ 2019" શું 'ઈતિહાસ' પુનરાવર્તિત કરશે અરૂણ જેટલી? 3 નાણામંત્રી પહેલા કરી ચૂક્યા છે આવું

બજેટ 2019" શું 'ઈતિહાસ' પુનરાવર્તિત કરશે અરૂણ જેટલી? 3 નાણામંત્રી પહેલા કરી ચૂક્યા છે આવું

બજેટ 2019ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. 1 ફેબ્રુઆરી 2019ના રોજ નાણામંત્રી અરૂણ જેટલી પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરી શકે છે. જોકે ચૂંટણી પહેલાં આ વચગાળાનું બજેટ હશે. આ બજેટ સરકારની જૂની પરંપરાને નિભાવતાં નાણાકીય વર્ષ 2020 માટે વિઝન રજૂ કરશે. સાથે જ ગત નાણાકીય વર્ષમાં તેણે કયા મોટા કામ કર્યા છે. તેના લેખા-જોખાને રજૂ કરવામાં આવશે. વચગાળાના બજેટમાં ઘણી નવી જાહેરાતો થતી નથી. પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર કેટલાક પગલાં  ભરી શકે છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે કે બજેટમાં ટેક્સ રેટને લઇને થોડી રાહત આપવામાં આવી શકે છે. અત્યાર સુધી સરકારે આ બધા સમાચારોને નકારી કાઢયા છે. તેનાથી સ્પષ્ટ જાહેર થાય છે કે ટેક્સ રેટ્સમાં થોડા ફેરફાર કરવામાં આવી શકે છે. આ પ્રથમવાર હશે કે જ્યારે વચગાળાના બજેટમાં આવું થશે. પરંતુ સવાલ એ છે કે શું અરૂણ જેટલી ઈતિહાસને પુનરાવર્તિત કરશે. 

વોટ ઓન એકાઉન્ટ
નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના અનુસાર, આ વચગાળાનું બજેટ હશે. હજુ સુધી આ બજેટ પર ચર્ચા શરૂ થઇ નથી. વચગાળાના બજેટને લેખાનુદાન એટલે કે વોટ ઓન એકાઉન્ટ પણ કહેવામાં આવે છે. 21 નવેમ્બરે નાણા મંત્રાલયને વિભિન્ન કેંદ્વીય મંત્રાલયો પાસેથી અરૂણ જેટલીના બજેટ ભાષણ માટે ઇનપુટ માંગ્યા હતા. મળતી માહિતી મુજબ સરકાર ગત વર્ષની માફક આ વખતે પણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. 

શું કહે છે પરંપરા?
બજેટને લઇને દેશની પરંપરા થઇ રહી છે કે ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે અને આ વચગાળાના બજેટમાં સરકારનું ફોકસ તેની ઉપલબ્ધિઓ પર રહે છે. સાથે જ આગામી નાણાકીય વર્ષ માટે તેનું વિઝન શું છે તેના પર ચર્ચા થાય છે. સામાન્ય રીતે વચગાળાના બજેટમાં કોઇ નવી યોજના જાહેર કરી ન શકાય. આ ઉપરાંત ફાઇનાન્સ બિલ માટે હાલના ટેક્સ રેટ્સમાં કોઇપણ ફેરફાર કરવામાં ન આવે. આ ઉપરાંત બજેટની સાથે જ રજૂ થનાર લેખાનુદાનથી સરકાર નાણાકીય વર્ષના એક ભાગ માટે સંસદની મંજૂરી માંગે છે. જોકે અનુમાન આખા વર્ષ માટે રજૂ કરવામાં આવે છે. 

સરકાર આપી શકે છે ઇશારો
ભલે જ સરકાર આ વચગાળાનું બજેટ હોય છે પરંતુ, સરકાર ઇશારાઓમાં સ્પષ્ટ કરી ચૂકી છે કે આગામી દિવસોમાં તેનો હેતું છે. સાથે જ કેટલાક સેક્ટર્સ માટે વધુ ફાળવણીનો પ્રસ્તાવ પણ રાખવામાં આવી શકે છે. સરકારનું ફોકસ કયા સેક્ટર અથવા વિભાગ પર થાય છે આ વચગાળાના બજેટની ઝલકમાં સમજી શકાય છે. ચૂંટણી બાદ બનનારી નવી સરકાર વચગાળાના બજેટના અનુમાનોને પૂર્ણ બજેટમાં સામેલ કરી શકે છે અથવા પછી સંપૂર્ણપણે બદલી શકે છે. 

ટેક્સ રેટમાં નહી થાય ફેરફાર
પરંપરાને જોઇએ તો વચગાળાના બજેટમાં ગત વર્ષે ટેક્સ રેટમાં બદલી ન શકાય. આગામી નાણાકીય વર્ષ માટે પણ આ ટેક્સ રેટ યથાવત રહે છે. નવી સરકાર આવતાં તેને બદલી શકાય છે. જોકે ઈતિહાસ બીજી તરફ પણ ઇશારો કરે છે, જ્યારે વચગાળાના બજેટમાં ટેક્સ મામલે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. એવામાં હાલના નાણામંત્રી પાસે આ તક છે કે તે ટેક્સ રેટ્સમાં કેટલાક ફેરફાર કરી શકે. જો તે ઈતિહાસ પુનરાવર્તિત કરે છે તો ચોક્કસ ઈંડસ્ટ્રી અથવા સામાન્ય જનતાને રાહત મળી શકે છે. 

વચગાળાના બજેટમાં બદલાયા ટેક્સ રેટ

  • નાણાકીય વર્ષ 2015 માટે વચગાળાના બજેટમાં તત્કાલીન નાણામંત્રી પી ચિદંબરમે ઓટોમોબાઇલ સેક્ટર માટે સેંટ્રલ એક્સાઇઝ ટેક્સને ઘટાડ્યો હતો. 
  • નાણાકીય વર્ષ 2010 માટે વચગાળાના બજેટ માટે તત્કાલીન નાણામંત્રી પ્રણવ મુખર્જીએ લેખાનુદાન પર પોતાના જવાબમાં એક્સાઇઝ ડ્યૂટી અને સર્વિસ ટેક્સના દરમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. 
  • 2004 માં તત્કાલીન નાણામંત્રી જસવંત સિંહે લેખાનુદાનના થોડા દિવસો પહેલાં ઇનડાયરેક્ટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી. 
  • હાલના નાણામંત્રી અરૂણ જેટલી પાસે ઇનડાયરેક્ટ ટેક્સમાં ફેરફાર કરવાનો વિકલ્પ નથી. કારણ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST લાગૂ થતાં કસ્ટમ્સ ડ્યૂટી અથવા ડાયરેક્ટ ટેક્સેઝમાં જ ફેરફારનો અવકાશ નથી.

 
હવે જોવાનું એ રહેશે કે નાણામંત્રી અરૂણ જેટલી નાણાકીય વર્ષ 2020 માટે રજૂ થનાર વચગાળાના બજેટમાં ટેક્સ રેટ્સમાં કોઇ કરે છે કે નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news