ઈન્ડિયન ઓઈલ આપશે 25 હજારૂ રૂપિયાનું ફ્રી પેટ્રોલ-ડીઝલ, સરળ સ્પર્ધામાં લો ભાગ

દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલે એક સ્પર્ધા શરૂ કરી, જેમાં 5 લાખ રૂપિયા સુધીના પેટ્રોલ-ડીઝલના વાઉચર્સ જીતવાની તક તમારી પાસે છે. આ સ્પર્ધાનું નામ છે. ‘I Love IndianOil’ કોન્ટેસ્ટ. આ સ્પર્ધામાં દેશનો તે વ્યક્તિ ભાગ લઈ શકે છે જે વોટ્સઅપ અથવા ફેસબુકનો ઉપયોગ કરે છે. તેમાં તમે ત્રણ જાન્યુઆરીથી માંડીને 9 જાન્યુઆરી સુધી ભાગ લઇ શકો છો.  
ઈન્ડિયન ઓઈલ આપશે 25 હજારૂ રૂપિયાનું ફ્રી પેટ્રોલ-ડીઝલ, સરળ સ્પર્ધામાં લો ભાગ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલે એક સ્પર્ધા શરૂ કરી, જેમાં 5 લાખ રૂપિયા સુધીના પેટ્રોલ-ડીઝલના વાઉચર્સ જીતવાની તક તમારી પાસે છે. આ સ્પર્ધાનું નામ છે. ‘I Love IndianOil’ કોન્ટેસ્ટ. આ સ્પર્ધામાં દેશનો તે વ્યક્તિ ભાગ લઈ શકે છે જે વોટ્સઅપ અથવા ફેસબુકનો ઉપયોગ કરે છે. તેમાં તમે ત્રણ જાન્યુઆરીથી માંડીને 9 જાન્યુઆરી સુધી ભાગ લઇ શકો છો.  

શું કરવું પડશે?
આ સ્પર્ધામાં તમારે જણાવવું પડશે કે ઈન્ડિયન ઓઈલ કયા પ્રકારના જીવનને સ્પર્શે છે અથવા પ્રભાવિત કરે છે. તેનો વીડિયો, ઇમેજ સ્ટોરી અથવા કોમેન્ટ રૂપમાં જવાબ આપીને તમે પેટ્રોલ વાઉચર જીતી શકો છો. કંપની સ્પર્ધામં પ્રથમ ઇનામ જીતનાર પાંચ લોકોને 25 હજાર રૂપિયાના પેટ્રોલ વાઉચર આપશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે ઈન્ડિય ઓઈલના ફેસબુક પેજને લાઇક અને ફોલો કરવું પડશે. ધ્યાન રાખવું કે દરેક પ્રશ્નો જવાબ #ILoveIndianOil સાથે આપવો જરૂરી છે. આપેલા જવાબના આધારે લડી વિજેતાઓની પસંદગી કરવામાં આવશે અને સ્પર્ધામાં ભાગ લેનારા બધા લોકોને ભેગા કરીને 5 લાખ રૂપિયાના પેટ્રોલ-ડીઝલ વાઉચર્સ આપવામાં આવશે. જે પણ જીતશે તેની જાહેરાત પણ ઈન્ડિયન ઓઈલના ફેસબુક અને ટ્વિટર પેજ પર કરવામાં આવશે. 

આટલા લોકોને મળશે ઇનામ

પ્રથમ ઇનામ   5 લોકો માટે   બધાને 25, 000 નું ફ્યૂલ વાઉચર્સ
દ્રિતિય ઇનામ   10 લોકો માટે બધાને 10, 000 નું ફ્યૂલ વાઉચર્સ
ત્રીજું ઇનામ  30 લોકો માટે    બધાને 5,000 નું ફ્યૂલ વાઉચર્સ
સાંત્વના ઇનામ 60 લોકો માટે  બધાને 2, 000 નું ફ્યૂલ વાઉચર્સ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news