Good News: સામાન્ય જનતાને મોટી રાહત, આવતીકાલથી LPG સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, IOCએ કરી જાહેરાત

ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલ લિમિટેડે જણાવ્યું કે ઘરેલૂ એલપીસી સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Good News: સામાન્ય જનતાને મોટી રાહત, આવતીકાલથી LPG સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, IOCએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ LPG ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી સતત પરેશાન જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલ લિમિટેડે જણાવ્યું કે ઘરેલૂ એલપીસી સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવી કિંમત 1 એપ્રિલ 2021થી લાગૂ થશે. 

— ANI (@ANI) March 31, 2021

આ સમયે LPG સિલિન્ડરની વાત કરીએ તો દરેક રાજ્યોમાં અલગ-અલગ હોય છે. દિલ્હીમાં 819 રૂપિયા, અમદાવાદમાં 840 રૂપિયા, કોલકત્તામાં 845, મુંબઈમાં 819 રૂપિયા, બેંગલુરૂમાં 822, ભુવનેશ્વરમાં 845.5, ચંડીગઢમાં 828.50 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news