Diwali 2023: દિવાળીના તહેવાર પર ખરીદો ગોલ્ડ અથવા ડાયમંડ જ્વેલરી, અહીં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Jewellery Offers For Dhanteras: આ ધનતેરસ અને દિવાળીના અવસર પર જો તમે ગોલ્ડ અથવા ડાયમંડ જ્વેલરી ખરીદો છો તો ઘણા મોટા જ્વેલર્સ આ અવસરે બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. આ ઓફર્સ જાણીને તમે પણ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. 

Diwali 2023: દિવાળીના તહેવાર પર ખરીદો ગોલ્ડ અથવા ડાયમંડ જ્વેલરી, અહીં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Dhanteras 2023 Offer: દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. ત્યારે બજારોમાં પણ દિવાળીની ખરીદીને લઈને રોનક જોવા મળી રહી છે. દિવાળીનો તહેવાર અને એમાં પણ ધનતેરસનો પર્વ એટલે સોના અને ચાંદીની ખરીદીનો શ્રેષ્ઠ દિવસ. ધનતેરસને ધનની દેવી મહાલક્ષ્મીના સ્વાગતમાં મનાવવામાં આવે છે. ત્યારે ધનતેરસના દિવસે જો તમે પણ સોના, ચાંદી કે ડાયમંડની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો મોટા-મોટા જવેલર્સ ધનતેરસના દિવસે બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. તો તમે પણ આ ઓફર્સ વિષે જાણીને આ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકો છો. તો ચાલો વાત કરીએ આ ઓફર્સ વિશે વિસ્તારમાં. 

ત્યારે સૌ પ્રથમ વાત કરીએ તો જવેલરી માટે જાણીતું એવું કલ્યાણ જવેલર્સ આ ધનતેરસ નિમિતે તમારા માટે ખાસ ઓફર્સ લઈને આવ્યું છે. આ ધનતેરસ પર કલ્યાણ જવેલર્સમાં ડાયમન્ડ સ્ટોન પર 20 ટકા ડિસ્કાઉન્ટ તેમજ બધી મોટી બેંકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 3 ટકાનું તુરંત ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ત્યારબાદ જો વાત કરીએ તો, 

TBZ- TBZ ( ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી ) માં સોનાની ઘડામણ પર 50 ટકા સુધીની છૂટ મળશે અને ડાયમન્ડ જવેલરી પર કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં લાગે. 

સેનકો- સેનકો તરફથી ધનતેરસ પર આયોજિત શગુન સેલમાં સોનાના ઘરેણાં પર 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમજ  પ્લેટિનમ જ્વેલરીના ઘડામણ  પર 20% ડિસ્કાઉન્ટ, 15% ડિસ્કાઉન્ટ (MRP પર) અને ચાંદીની વસ્તુઓ પર વધારાનું 5% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.  આ ઉપરાંત, તમે ઓનલાઈન ખરીદી કરીને 1 ગ્રામ સોનાનો સિક્કો પણ જીતી શકો છો. 

મેલોરા - અહીંયાથી જો તમે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો. તો અહીં તમને ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 25% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે.  આ સિવાય ડાયમંડ જ્વેલરી પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે. તમને ICICI બેંક, RBL બેંક, યસ બેંક અને OneCardના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 7.5% નું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. 

તનિષ્ક- તનિષ્ક જવેર્લ્સ જે સોના-ચાંદી તેમજ રિયલ ડાયમન્ડ જવેલરીની પોતાની આકર્ષક ડિઝાઇન માટે જાણીતું છે. ત્યારે અહીંયા તમને દિવાળીના અવસર પર, સોના અને હીરાના ઘરેણાં બનાવવા પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. આ સિવાય કોઈપણ જ્વેલર પાસેથી ખરીદેલા સોના પર 100 ટકા એક્સચેન્જ વેલ્યુ ઉપલબ્ધ થશે. SBI કાર્ડધારકોને 80,000 રૂપિયાની ન્યૂનતમ ખરીદી પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 

કેરેટ લેન: કેરેટ લેનમાંથી જો તમે ખરીદી કરો છો તો તમને  રૂ. 4,000 કે તેથી વધુના હીરાની ખરીદી પર 25% બચાવી શકો છો. તેમજ SBI કાર્ડ ધારકોને વધારાનું 5 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહેશે. આ ઑફર 12 નવેમ્બર 2023 સુધી માન્ય છે.

જોયાલુક્કાસ: હીરાની ખરીદી પર 25% સુધીની બચતની ઓફર આપી રહ્યું છે. તો હવે રાહ કોની જુઓ છો આજે જ પ્લાન કરો અને પહોંચી જાવ તમે પણ આ બધી ઓફર્સનો લાભ લેવા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news