આજથી એક થયા IDEA-વોડાફોન! હવે બનશે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની
નવી કંપનીનું નામ વોડાફોન આઇડીયા લિમિટેડ હશે. ગ્રાહકોની સંખ્યાના હિસાબે પણ આ દેશની સૌથી મોટી મોબાઇલ દૂરસંચાર કંપની થઇ જશે.
Trending Photos
નવી દિલ્હી: ટેલીકોમ ઇંડસ્ટ્રીમાં સૌથી મોટા મર્જરને આજે મંજૂરી મળી ગઇ છે. હવે આઇડિયા સેલ્યૂલર અને વોડાફોન ઇંડીયામાં વિલય થઇ જશે. દૂરસંચાર વિભાગ (DoT) આજે બંનેના વિલયને મંજૂરીને અંતિમ મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર (DoT) બંને કંપનીઓના પ્રમુખને સર્ટિફિકેટ સોંપી દેવામાં આવ્યા છે. બંનેના મર્જર થવાથી નવી કંપની દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની હશે. નવી કંપનીનું નામ વોડાફોન આઇડીયા લિમિટેડ હશે. ગ્રાહકોની સંખ્યાના હિસાબે પણ આ દેશની સૌથી મોટી મોબાઇલ દૂરસંચાર કંપની થઇ જશે.
કમાણીના મામલે પણ નંબર વન
સૂત્રોના જણાવ્યા અનુસાર 'વોડાફોન-આઇડિયાના વિલયને દૂરસંચાર વિભાગની મંજૂરી ગુરૂવારે અંતિમ મંજૂરી આપી દીધી છે. બંને કંપનીઓના વિલય બાદથી નવી કંપનીની સંયુક્ત કમાણી 23 અરબ ડોલર (1.5 લાખ કરોડથી વધુ) હશે. જેનો 35% માર્કેટ પર કબજો હશે. નવી કંપની પાસે લગભગ 43 કરોડ ગ્રાહકોને થશે. વિલય બાદ આ વધતી જતી તાકાતથી બંને કંપનીઓના બજાર પ્રતિસ્પર્ધા (કોમ્પિટિશન)ને ફાઇટ આપવામાં મદદ મળસહે. નવી કંપની રિલાયંસ જિયો આવ્યા બાદ ટેલીકોમ બજાર આકર્ષક પેકેજ આપીને ગ્રાહકોને તોડવાની જોડવાની જોરદાર સ્પર્ધામાંથી પસાર થઇ રહી છે.
કોની પાસે કેટલી ભાગીદારી
મર્જર બાદ વોડાફોન પાસે નવી કંપનીમાં 45.1 ટકા ભાગીદારી હશે. આદિત્ય બિડલા ગ્રુપ પાસે 26 ટકા અને આઇડિયાના શેરધારકો પાસે 28.9 ટકા ભાગીદારી હશે. વિલયમાં જઇ રહેલી આ બંને ટેલીકોમ કંપનીઓ પર હાલમાં સંયુક્ત બોજ 1.15 લાખ કરોડ રૂપિયા લગભગ બતાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે એક દિવસ પહેલાં જ આઇડિયાએ મર્જરની અવેજમાં દૂરસંચાર વિભાગને બેંક ગેરેંટીના રૂપમાં 7249 કરોડ રૂપિયા આપ્યા હતા.
બેંક ગેરેંટી આપી
દૂરસંચાર વિભાગ આઇડિયા સેલ્યૂલરના સ્પેક્ટ્રમની વનટાઇમ ફી માટે 7249 કરોડ રૂપિયાની બેંક ગેરેંટી આપી છે. આ ઉપરાંત કંપનીએ એ પણ ભરોસો અપાવ્યો કે તે કોર્ટના આદેશ અનુસાર સ્પેકટ્રમ સંબંધી બધા બાકી લેણા પતાવી દેશે. સ્પેકટ્રમ દર ટુકડામાં ચૂકવવા માટે વોડાફોન ઇંડીયાની 1 વર્ષની ગેરેંટીની જવાબદારી આઇડિયાને લેવી પડશે. આ ઉપરાંત કંપનીને એ પણ ભરોસો અપાવવો પડશે કે બ્રિટનના વોડાફોન સમૂહની કંપની વોડાફોન ઇંડીયા પર આગળ પણ કોઇ દેણું નિકળે છે તો તેની જવાબદારી આઇડિયાને પુરી કરવી પડશે.
યૂજર્સ પર શું અસર પડશે
કંપનીનું નામ બદલવા પર આઇડિયા અને વોડાફોનના યૂજર્સ નવી કંપની વોડાફોન આઇડિયા લિમિટેડના ગ્રાહક બની જશે. નવી કંપનીની ઓફર્સ અને નવા પ્લાનનો ફાયદો તેમને મળશે. આ ઉપરાંત જિયો અને એરટેલ સાથે ટક્કર માટે કંપની યૂજર્સને કેટલાક વધારાના ફાયદા પણ મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે