કુંવરજી બાવળીયાની ભાજપમાં એંટ્રીથી સજાયો હતો રાજકીય ભૂકંપ હવે આફટર શોક

કુવરજી બાવળીયા ભાજપના પ્રવેશ સાથે જ રાજકીય ભુકંપ સર્જાયો હતો અને હવે તેના આફટર શોક આવવાના શરૂ થાય છે. કુવરજી બાવળીયા કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત તોડશે તેવી ચર્ચાઓની વચ્ચે ભાજપ 24 સભ્યોને રાજસ્થાન લઇ ગઇ હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે. જોકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આ વાતની ખંડન કરી રહ્યા છે. સવાલ એ છે કે, શું કુવરજી બાવળીયાને સોંપવામાં આવેલો પહેલો ટાસ્ક પુરો કરી જિલ્લા પંચાયતમાં ભાજપનું સાશન લાવી શકશે ખરા..?
કુંવરજી બાવળીયાની ભાજપમાં એંટ્રીથી સજાયો હતો રાજકીય ભૂકંપ હવે આફટર શોક

રક્ષિત પંડ્યા/ રાજકોટ: કુવરજી બાવળીયા ભાજપના પ્રવેશ સાથે જ રાજકીય ભુકંપ સર્જાયો હતો અને હવે તેના આફટર શોક આવવાના શરૂ થાય છે. કુવરજી બાવળીયા કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત તોડશે તેવી ચર્ચાઓની વચ્ચે ભાજપ 24 સભ્યોને રાજસ્થાન લઇ ગઇ હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે. જોકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આ વાતની ખંડન કરી રહ્યા છે. સવાલ એ છે કે, શું કુવરજી બાવળીયાને સોંપવામાં આવેલો પહેલો ટાસ્ક પુરો કરી જિલ્લા પંચાયતમાં ભાજપનું સાશન લાવી શકશે ખરા..?

રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બે દિવસ પૂર્વે કોંગ્રેસનાં 24 સભ્યોને ભાજપ અજ્ઞાત જગ્યાએ લઇ ગઇ હોવાની વાતે જોર પકડ્યું છે. આવતીકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની છે તે પહેલા જ કોંગ્રેસનાં 22 સભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવાની તૈયારી કરી ચુક્યા છે. ત્યારે નાણાંકીય વ્યવહાર ન થાય તે માટે ભાજપે કોંગ્રેસનાં 24 સભ્યોના મોબાઇલ બંધ કરાવી રાજસ્થાન મોકલી દીધા હોવાની ચર્ચાએ રાજકોટનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ડેમેજ કન્ટ્રોલ ની જવાબદારી જેને સોંપી છે તેવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ પોતાની સાથે હાલમાં 14 સભ્યો હોવાનો દાવો કર્યો છે સાથે જ જે 24 સભ્યોને અજ્ઞાતવાસમાં લઇ જવાયા છે તેમાંથી કેટલાક સભ્યો કોંગ્રેસ સાથે જ છે.

રાજકોટ જિલ્લાનાં રાજકારણમાં ભુકંપ સર્જાયો હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. કારણ કે, પહેલા કોંગ્રેસ છોડીને કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા અને ત્યાર બાદ કોંગ્રેસ સાશિત જિલ્લા પંચાયતને ભાજપ પોતાનાં હસ્તક કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. આવતીકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 22 જેટલા સભ્યો પ્રમુખ અલ્પાબેન ખાટરીયા સામે અવિશ્વાસની દરખાસ્ત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે કોઇ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન થાય તે માટે બધા સભ્યોને સાથે રાખીને ફોન બંધ કરાવી ગોંડલથી 12 જેટલા વાહનોમાં રાજસ્થાન લઇ જવામાં આવ્યા છે. જેની જાણ થતાની સાથે જ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરવા મોડી રાતથી જ મેદાને આવ્યું છે. 

રાજકોટ જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન અર્જુન ખાટરિયાએ સભ્યોના અજ્ઞાતવાસને લઇ સીધો મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કર્યો હતો. વધુમાં તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે જિલ્લા પંચાયતમાં 32 સભ્યો છે. જ્યારે ભાજપ પાસે 2 સભ્યો છે. 24 સભ્યોને રાજસ્થાન લઇ જવાની વાત વાહિયાત છે અને કોંગ્રેસની સાથે હજું પણ 14 જેટલા સભ્યો હોવાનો દાવો કર્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, જો કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમતી ધરાવતા સભ્યો છે તો પ્રદેશ કોંગ્રેસ દ્વારા શા માટે ધારાસભ્યો ને ડેમેજ કંટ્રોલ ની જવાબદારી સોંપવામાં આવી.

કેમ સર્જાયો ભુકંપ?
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનાં અલગ અલગ જૂથો જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે અલ્પાબેન ખાટરીયાની નિમણુંક થતાની સાથે જ કોંગ્રેસનાં સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી અને કારોબારી ચેરમેન અર્જુન ખાટરીયા વચ્ચે જુથવાદ સામે આવ્યો હતો. જોકે પ્રમુખ પદ્દ માટે અર્જુન ખાટરીયાને સભ્યોએ પસંદ ન કરતા અર્જુન ખાટરીયા તેની પત્ની અલ્પા ખાટરીયાનું પક્ષ પાસેથી વિહીપ લઇ આવતા સભ્યોઓ ફરજીયાત પ્રમુખ તરીકે અલ્પાબેન ખાટરીયાને મત્ત આપવો પડ્યો હતો. 

જોકે ત્યારથી જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવાની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભાજપ 24 સભ્યોને રાજસ્થાનમાં અજ્ઞાત સ્થળે લઇ ગઇ છે અને આગામી 27 તારીખે આ તમામ સભ્યોને સામાન્ય સભામાં સાથે રાખીને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરે તો સત્તા પરિવાર્તન થવાની સંભવનાઓ રહેલી છે પરંતુ હજુ પણ અર્જુન ખાટરીયા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તને નકારી રહ્યા છે. 

કુંવરજી બાવળીયા જુથનાં કેટલાક સભ્યો ભાજપ તરફી થયા હોવાની ચર્ચા અને ભાજપ 24 સભ્યોને રાજસ્થાનમાં અજ્ઞાત સ્થળે લઇ ગઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે કોંગ્રેસ પોતાની પાસે હજું પણ 22 સભ્યો હોવાનું અને પૂર્ણ બહુમતી હોવાનું દાવો કરી રહ્યું છે. ત્યારે આગામી 27 તારીખ એટલે કે આવતીકાલે સામાન્ય સભામાં કોંગ્રેસ સત્તા જાળવી શકે છે કે પછી સત્તાથી હાથ ધોવાનો વારો આવે છે તે જોવું રહ્યું...?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news