EPFO જલદી જ આપશે દિવાળી પહેલાં મોટી ખુશખબરી, ચેક કરો તમારું એકાઉન્ટ

ઇપીએફઓએ ગત મહિને જાહેરાત કરી હતી કે તે પીએફ ખાતાખારકોના ખાતામાં વ્યાજના પૈસા દિવાળી પહેલાં ટ્રાંસફર કરી દેશે. પહેલો હપ્તાના રૂપે ખાતમાં 8.50 ટકામાંથી 8.15 ટકા વ્યાજની રકમ ટ્રાંસફર થશે.

EPFO જલદી જ આપશે દિવાળી પહેલાં મોટી ખુશખબરી, ચેક કરો તમારું એકાઉન્ટ

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દિવાળી પહેલાં પોતાના કરોડો શેરહોલ્ડર્સને જલદી જ એક મોટી ભેટ આપવા જઇ રહ્યું છે. તે ભેટ મેળવવા માટે જલદી જ તમારા પીએફ એકાઉન્ટ (PF Account)ને અપડેટ કરી લો.

ખાતામાં નાખવામાં આવશે વ્યાજના પૈસા
ઇપીએફઓએ ગત મહિને જાહેરાત કરી હતી કે તે પીએફ ખાતાખારકોના ખાતામાં વ્યાજના પૈસા દિવાળી પહેલાં ટ્રાંસફર કરી દેશે. પહેલો હપ્તાના રૂપે ખાતમાં 8.50 ટકામાંથી 8.15 ટકા વ્યાજની રકમ ટ્રાંસફર થશે. બચેલા 0.35 ટકા રકમ ડિસેમ્બર પહેલાં ખાતામાં આવશે. સરકાર દર વર્ષે પીએફ રકમ પર વ્યાજ આપે છે. તેના હેઠળ આ વર્ષે પણ સરકાર વ્યાજ આપી રહી છે.

આ રીતે જોઇ શકો છો પીએફની પાસબુક
તમારે સૌથી પહેલાં https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp પર જવું પડશે. લિંક ખુલ્યા પછી તમારી પાસે લોગિન આડી અને પાસવર્ડ પૂછવામાં આવશે. અ વિકલ્પમાં તમારે UAN નંબર અને પાસવર્ડ નાખવો પડશે. ત્યારબાદ આગામી સ્ટેપમાં તમારી પાસબુકને જોવા માટે મેંમ્બર આઇડી સિલેક્ટ કરવું પડશે. 

ફોન પર મંગાવી શકો છો પીએફ બેલેન્સ 
જો કર્મચારીઓને હિંદીમાં જાણકારી જોઇએ છે તો EPFOHO UAN HIN લખીને 7738299899 મોકલી શકે છે. આ પ્રકારે પોતાના રજિસ્ટર્ડ મોઇબાલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપીને પણ જમા રકમની જાણકારી પ્રાપ્ત કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news